16.4 C
Gujarat
December 22, 2024
EL News

LIC પોલિસી રાખતા લોકો માટે ખુશખબર, હવે જીવનભર એકાઉન્ટમાં આપશે 50 હજાર રૂપિયા: જાણો કેવી રીતે

Share
Business :

એલઆઈસી  (LIC Policy) દ્વારા ઘણી પ્રકારની પોલિસી ચલાવવામાં આવતી હોય છે, જેના હેઠળ તમને રૂપિયા અને સુરક્ષાની ગેરંટી મળે છે, પરંતુ આજે અમે તમને એવી LIC પોલિસી વિશે જણાવીશું જેમાં તમે જીવનભર કમાણી કરશો.

PANCHI Beauty Studio
Advertisement

ફક્ત એક વખત ચૂકવવું પડે છે પ્રીમિયમ

LICની આ પોલિસીનું નામ છે સરલ પેન્શન યોજના. જેમાં તમને 40 વર્ષની ઉંમરથી કંપની તરફથી પેન્શનની સુવિધા મળવાનું શરૂ થાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે તમારે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે.

જીવનભર થશે કમાણી

આ પણ વાંચો…દશેરા પર મોઢું મીઠુ કરવા માટે ફોન્ડન્ટ બનાવવા માટેની રેસીપી

આ એક પ્રકારનો સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન છે, જેમાં તમારે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવાનું હોય છે અને તમે જીવનભર કમાણી કરી શકો છો. પોલિસી ધારકના મૃત્યુ પર નોમિનીને સિંગલ પ્રીમિયમની રકમ પરત કરવામાં આવે છે. સરલ પેન્શન યોજના એ ઇમીડિએટ એન્યૂટી પ્લાન છે, જેનો અર્થ છે કે તમે પોલિસી લેતાની સાથે જ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. આ પોલિસી લીધા પછી જેટલું પેન્શન શરૂ થાય છે, એટલું જ પેન્શન આખી જિંદગી માટે મળે છે.

સ્કીમમાં બે પ્રકારની હોય છે સુવિધા

સિંગલ લાઇફ- તેમાં પોલિસી કોઈપણ એક વ્યક્તિના નામે રહેશે, જ્યાં સુધી પેન્શનર જીવિત છે તેને પેન્શન મળતું રહેશે. તેના મૃત્યુ પછી તેના નોમિનીને બેઝ પ્રીમિયમની રકમ પરત કરવામાં આવશે.

જોઈન્ટ લાઈફ- તેમાં બંને પતિ-પત્નીને કવરેજ મળે છે. જ્યાં સુધી પ્રાઈમરી પેન્શન ધારક જીવિત છે ત્યાં સુધી તેમને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ પછી તેમના જીવનસાથીને જીવનભર પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ પછી બેઝ પ્રીમિયમની રકમ તેમના નોમિનીને સોંપવામાં આવશે.

શું છે પ્લાનની ખાસિયત

આ યોજનાના લાભ માટે ન્યૂનતમ વય મર્યાદા 40 વર્ષ છે અને મહત્તમ 80 વર્ષ છે

  • આ એક હોલ લાઈફ પોલિસી છે, તો તેમા આખા જીવન પેન્શન મળે છે
  • સરલ પેન્શન પોલિસીને શરૂ થવાની તારીખથી 6 મહિના પછી ક્યારે પણ સરેન્ડર કરી શકાય છે
  • તમે પેન્શન દર મહિને લઈ શકો છો
  • ઉપરાંત ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક આધારે પર પણ લઈ શકો છો પેન્શન

જાણો કેવી રીતે મળશે 50 હજાર રૂપિયા

આપને જણાવી દઈએ કે જો તમારે દર મહિને રૂપિયા જોઈએ છે તો તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયા પેન્શન લેવું પડશે. તેમાં તમારે 12000 રૂપિયાનું ન્યૂનતમ પેન્શન પસંદ કરવાનું રહેશે. જો કે અહીં કોઈ મહત્તમ મર્યાદા નથી. જો તમારી ઉંમર 40 વર્ષ છે અને તમે 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કરાવ્યું છે, તો તમને વાર્ષિક 50250 રૂપિયા મળવાનું શરૂ થશે જે જીવનભર ઉપલબ્ધ રહેશે. આ સિવાય જો તમે તમારી જમા કરેલી રકમ મધ્યમાં પાછી મેળવવા માંગો છો, તો આવી સ્થિતિમાં 5 ટકા બાદ કર્યા પછી તમને જમા કરેલી રકમ પાછી મળે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અદાણી ગૃપ આ દિવસે 1.67 કરોડ શેર ખરીદવાની યોજના

cradmin

આ રીતે ભારતીય રેલ્વેએ કરી લીધી કરોડો રૂપિયાની કમાણી

elnews

Go First એરલાઈનને મોટી રાહત: 400 કરોડની ફંડિંગને મંજૂરી

elnews

Leave a Comment

error: Content is protected !!