26.2 C
Gujarat
November 22, 2024
EL News

બખ્ખા / રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર

Share
Business, EL News

Ration card Holder Ayushman Card: રેશન કાર્ડ (Ration Card) ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ રેશન કાર્ડ (Ration Card) ધારક છો, તો હવે ફ્રી રાશનની સાથે તમને કેન્દ્ર અને રાજ્ય સરકાર (Central Government) તરફથી વિશેષ સુવિધાઓ પણ મળવાની છે. તમને સરકાર તરફથી અન્ક એક વિશેષ લાભ પણ મળશે. મફત રાશનની સાથે સાથે કરોડો કાર્ડ ધારકોને મફત સારવારની સુવિધા પણ મળી રહી છે.

Measurline Architects

ફ્રીમાં થશે સારવાર

હવે, બીજું પગલું ભરીને સરકારે અંત્યોદય રેશન કાર્ડ (antyodaya ration card) ધરાવતા તમામ પરિવારો માટે વધુ એક સુવિધા ફરજિયાત બનાવી છે. સરકારે નિર્ણય લીધો છે કે તમામ અંત્યોદય કાર્ડ ધારકો (antyodaya ration card) ની મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે. તેના માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ ખાસ ઝુંબેશ ચાલી રહી છે. અભિયાન અંતર્ગત અંત્યોદય કાર્ડ ધારક પરિવારના તમામ સભ્યો માટે આયુષ્માન કાર્ડ (ayushman card) બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…અસ્થમાના દર્દીઓએ ઉનાળામાં આ જ્યુસ અવશ્ય પીવું

કેવી રીતે કરી શકાય છે અરજી

અત્યારે અંત્યોદય કાર્ડ ધારકો (antyodaya ration card) પાસે આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ નથી. તેઓ સંબંધિત વિભાગમાં જઈને તેમની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. પાત્ર લાભાર્થી કાર્ડ મેળવ્યા પછી, જનસેવા કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન પેનલ સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલમાં અંત્યોદય રેશન કાર્ડ બતાવીને પરિવારના તમામ સભ્યો માટે આયુષ્માન કાર્ડ બનાવી શકાય છે.

સારવાર માટે ચિંતા કરવાની નહીં પડે જરૂર

હાલમાં સરકાર દ્વારા નવા આયુષ્માન કાર્ડ (ayushman card) બનાવવામાં આવી રહ્યા નથી. કાર્ડ ફક્ત એવા લાભાર્થીઓ માટે બનાવવામાં આવી રહ્યાં છે જેમના નામ યોજનામાં છે. સરકારની યોજના એવી છે કે અંત્યોદય કાર્ડ ધારકોને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાના કિસ્સામાં સારવાર માટે ભટકવું ન પડે. તેના માટે સરકાર કક્ષાએથી પણ જિલ્લા પુરવઠા અધિકારીને સૂચનાઓ આપવામાં આવી છે.

ક્યા લોકોને મળે છે અંત્યોદય કાર્ડ ?

અંત્યોદય રેશન કાર્ડ ગરીબી રેખા (બીપીએલ) નીચેના પરિવારોને આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા લાભાર્થીને દર મહિને સસ્તા ભાવે ખાદ્યપદાર્થો મળે છે. કાર્ડ ધારકોને કુલ 35 કિલો ઘઉં અને ચોખા આપવામાં આવે છે. તેના માટે ઘઉંને 2 રૂપિયા પ્રતિ કિલો અને ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

જાણવા જેવુ / આખરે ફાટેલી નોટોનું થાય છે શું?

elnews

1000% ડિવિડન્ડ આપતી આ કંપનીના શેર 5000 રૂપિયાને પાર

elnews

હવે પાર્સલ અને સામાન રહેશે એકદમ સુરક્ષિત,જાણો શું છે?

elnews

Leave a Comment

error: Content is protected !!