Business, EL News
Airfares Prices: જો તમે એક શહેરથી બીજા શહેરમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, તાજેતરમાં ફ્લાઈટના ભાડામાં ઘણો વધારો થયો હતો. પરંતુ હવે દિલ્હી-શ્રીનગર સહિત 10 ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ હવાઈ ભાડું ઘટ્યું છે. ફ્લાઇટના ભાડામાં આ વલણ આગામી સપ્તાહમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. ડીજીસી (DGCA) એ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાંથી આ માહિતી બહાર આવી છે.
પસંદગીના રૂટ પર હવાઈ ભાડામાં ભારે વધારો
આપને જણાવી દઈએ કે, ગો ફર્સ્ટ (GoFirst) સંકટ પછી છેલ્લા કેટલાક અઠવાડિયામાં પસંદગીના રૂટ પર હવાઈ ભાડામાં ભારે વધારો થયો હતો. વિમાનની અછત અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી GoFirst વતી કામગીરી બંધ થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. તેના પછી, 6 જૂને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉડ્ડયન કંપનીઓને એર ટિકિટની કિંમત વાજબી સ્તર પર રાખવા જણાવ્યું હતું. જો કે, 13 જુલાઇ સુધી અઠવાડિયા-દર-સપ્તાહના ધોરણે હવાઈ ભાડાંનું વિશ્લેષણ કેટલાક રૂટ પર સરેરાશ હવાઈ ભાડાંમાં ઘટાડો દર્શાવે છે.
આંકડા ડીજીસીએના ફેર મોનેટરિંગ યુનિટે એકત્ર કર્યા છે. આ 10 રૂટના હવાઈ ભાડામાં ઘટાડો નોંધાયો છે.
- દિલ્હી-શ્રીનગર
- શ્રીનગર-દિલ્હી
- દિલ્હી-લેહ
- લેહ-દિલ્હી
- મુંબઈ-દિલ્હી
- દિલ્હી-મુંબઈ
- દિલ્હી-પુણે
- પુણે-દિલ્હી
- અમદાવાદ-દિલ્હી
- દિલ્હી-અમદાવાદ
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ-દિલ્હી રૂટ સિવાય આ રૂટ પર સરેરાશ હવાઈ ભાડામાં ઘટાડો થયો છે. ગો ફર્સ્ટ (GoFirst) દ્વારા સંચાલિત રૂટ પર છેલ્લા મહિનામાં હવાઈ ભાડામાં ઉછાળો જોવા મળ્યો છે. 3 મેથી ગો ફર્સ્ટ (GoFirst) ફ્લાઇટ્સ બંધ છે. 5 જૂને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન એરલાઇન કંપનીઓના પ્રતિનિધિઓને ભાડાં પર નિયંત્રણ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો… તંત્ર દ્વારા સૌથી વધુ નુકસાન થતા બંદરો પર તમામ તૈયારીઓ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, ગો ફર્સ્ટ ફ્લાઈટ્સની સંચાલન બંધ થયા પછી હવાઈ મુસાફરી કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, એરલાઇન્સે ભાડામાં તોતિંગ વધારો કર્યો છે…