Business, EL News
વૈશ્વિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે, જેની સીધી અસર સ્થાનિક વાયદા બજારમાં જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ઓગસ્ટ વાયદો આજે રૂ. 94 ઘટી રૂ. 59,405 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો. એમસીએક્સ ચાંદી જુલાઈ વાયદો રૂ. 395 ઘટી રૂ. 70,730 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 59,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે, MCX ચાંદીનો જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 71,125 પર બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ
વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. સ્પોટ ગોલ્ડ $1.85ની નબળાઈ સાથે $1,939.92 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. હાજર ચાંદી $0.12 ની નબળાઈ સાથે $23.03 પ્રતિ ઔંસ પર છે.
ભારતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ
ગુડરિટર્ન્સ વેબસાઈટ પર જારી કરાયેલા ભાવો અનુસાર દેશના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ નીચે મુજબ જણાવવામાં આવી રહ્યા છે-
મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, કેરળ, પુણે, વિજયવાડા, ભુવનેશ્વર, કટક, અમરાવતી, ગુંટુર, કાકીનાડા, તિરુપતિ, કુડ્ડાપાહ, અનંતપુર, વારંગલ, વિશાખાપટ્ટનમ, નિઝામાબાદ, રાઉરકેલા, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર અને સંબલપુરમાં 22 કેરેટ સોનાનો દર પ્રતિ 10 ગ્રામ 55,500 રૂપિયા બોલાઈ રહ્યો છે. દિલ્હી, જયપુર, લખનઉ, ચંદીગઢ, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં 22 કેરેટ સોનાનો ભાવ 55,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. ચેન્નઈ, કોઈમ્બતુર, મદુરાઈ, સાલેમ, વેલ્લોર, ત્રિચી અને તિરુનેલવેલીમાં 22 કેરેટ સોનાનો ભાવ 55,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. ભિવંડી, લાતુર, વસઈ-વિરાર અને નાસિકમાં 22 કેરેટ સોનાનો ભાવ 55,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. પટના, સુરત, મેંગ્લોર, દાવંગેરે, બેલ્લારી, બેંગ્લોર અને મૈસુરમાં 22 કેરેટ સોનાનો ભાવ 55,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે.
મોટા શહેરોમાં ચાંદીના ભાવ સ્થિર
આ પણ વાંચો… સુરત: પીપલોદમાં કરંટ લાગતા કડિયા કામ કરતા યુવકનું મોત
મુંબઈ, દિલ્હી, કોલકાતા, પુણે, વડોદરા, અમદાવાદ, જયપુર, લખનઉ, પટના, નાગપુર, ચંદીગઢ, નાસિક, સુરત, ગુડગાંવ, ગાઝિયાબાદ, નોઈડા, ઔરંગાબાદ, કોલ્હાપુર, સોલાપુર અને લાતુરમાં ચાંદીના ભાવ 73,000 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. છે. ચેન્નઈ, કોઈમ્બતુર, મદુરાઈ, તિરુપુર, કાકીનાડા, ત્રિચી, તિરુનેલવેલી, સાલેમ, વેલ્લોર, નેલ્લોર, સંબલપુર, કટક, ગુંટુર, કુડ્ડાપહ, ખમ્મામ, વિશાખાપટ્ટનમ, રાઉરકેલા, વારંગલ, દાવાનગેરે, બેલ્લારી, બેરહામપુર અને અનંતપુરમાં ચાંદીનો દર 77,000 રૂપિયા પ્રતિ કિલો છે.