16.4 C
Gujarat
December 22, 2024
EL News

ગોધરા પાલીકાએ વાવડી બુઝર્ગ, ભામૈયા તથા ચિખોદ્રા પંચાયતનો વહીવટી ચાર્જ લઇ લીધો.

Share
Panchmahal:

ગોધરા પાલીકાએ વાવડી બુઝર્ગ, ભામૈયા તથા ચિખોદ્રા પંચાયતનો વહીવટી ચાર્જ લઇ લીધો.

9 માસનો પંચાયતી વહીવટી કર્યા બાદ સરપંચ તથા સભ્યોની સત્તા દુર થઇ.

તાલુકા પંચાયતની ટીમોએ પાલિકાની ટીમને પંચાયતો તમામ દસ્તાવેજો સોંપ્યા.

કોર્ટના હુકમને લઇને તાલુકા પંચાયતે તાત્કાલીક પંચાયતની કસ્ટડી પાલીકાને સોંપી.

જાહેરાત
Advertisement

વર્ષ 2015માં રાજય સરકારે ગોધરા તાલુકાની વાવડી બુઝર્ગ, ભામૈયા, ચિખોદરા પંચાયતને ગોધરા પાલીકામાં સમાવેશ કરાવ નોટીડીકેશન જાહેર કર્યું હતું.

પાલીકામાં નહી જોડાવવા માટે વાવડી, ભામૈયા, ચીખોદરાના સરપંચ તથા સભ્યો એ ઠરાવ કરીને હાઇકોર્ટમાં વર્ષ 2016 માં પીટીશન દાખલ કરી હતી.

હાઇકોર્ટે સામવેશ પર સ્ટે આપ્યો હતો. વર્ષ 2016 થી પાલીકા દ્વારા પંચાયતી વિસ્તારમાં 6.5 કરોડ રૂપીયાની ગ્રાન્ટ પાણી, રસ્તા સહીત વિકાસના કામો, સ્ટેની તારીખ 1/9/22 એ પુર્ણ થતાં પંચાયતોએ વધુ ચાર અઠવાડીયાની મુદત માંગી હતી. હાઇકોર્ટમાં નગર પાલીકાએ પંચાયતે કરેલા 6.5 કરોડનો ખર્ચ તથા પાલીકાના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને હાઇકોર્ટે વાવડી બુઝર્ગ અને ભામૈયા ગ્રામ પંચાયતની સ્ટેની મુદત વધારવાની અરજી સહીત પીટીશન ડીસમીસ કરતાં સરકારના નોટીફીકેશનની અમલવારી શરૂ થઇ ગઇ હતી.

Vavdi buzarg grampanchayat
Vavdi Buzarg Grampanchayat Including In Municipality Godhra

ગ્રામ પંચાયતની પીટીશન ડીસમીશ થતાં નગર પાલીકાએ નોટીફીકેશનની અમલવારી કરવા જિલ્લા પંચાયતને વાવડી બુુઝર્ગ, ભામૈયા તથા ચીખોદ્રા પંચાયતનો વહીવટ સોપવા પત્ર લખ્યો હતો.

ગુરુવારે પાલિકાના ચીફ ઓફિસર , એકાઉન્ટન્ટ સહીતની ટીમ ગોધરા તાલુકા પંચાયતની કચેરી માં જઇને ટીડીઓ પાસેથી ત્રણ પંચયતનો વહીવટ લીધો હતો.

તાલુકા પંચાયતની ટીમોએ વાવડી બુઝર્ગ તથા ભામૈયા ગ્રામ પંચાયત તથા ચીખોદ્રા પંચાયતમાંથી મહેસુલી સહીત તમામ દસ્તાવેજોની પાલીકાએ કસ્ટડી લઇને પંચાયતનો વહીવટી પાલીકા હસ્તક કર્યો હતો.

આમ હવે સત્તાવાર ગોધરા નગર પાલીકામાં ત્રણેવ પંચાયતનો સમાવેશ થતાં નગર પાલીકા અન્ય કામગીરીમાં જોતરાઈ હતી.

જયારે હાઇકોર્ટમાં પીટીશન ડીસમીસ થયા બાદ તાત્કાલીક નોટીફીકેશનની અમલવારી થતાં ગોધરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો..વનરક્ષક કર્મચારીઓ ગ્રેડ પે વધારાની માંગણી સાથે હડતાળ પર.

 

શું બદલાવ આવશે?

પંચાયતોની મિલ્કતોની માપણીઓ કરવા એન્જીનીયરોની ટીમ બનાવશે.

ગોધરા પાલિકાએ ત્રણેવ પંચાયતનો વહીવટ લઇ લીધો છે. જેથી નિયમોનુસાર પંચાયતી કાયદા મુજબ ગ્રામ પંચાયત અને સભ્યોની સત્તાઓ આપોઆપ રદ થઇ ગઇ હતી.

ગોધરા તાલુકા પંચાયતની ચિખોદ્રા ગામ વણાકપુર ગ્રામ પંચાયતમાં હોવાથી ચિખોદ્રા ગામની મહેસુલી સહીતનો પાલીકાને કબજો લેવાની પ્રક્રીયા ચાલુ થઇ ગઇ છે. હવે પાલીકા ત્રણેવ પંચાયતોની મિલ્કતોની માપણીઓ કરવા એન્જીનીયરોની ટીમ બનાવશે.


રોજબરોજના સમાચાર તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે, આજે જ પ્લેસ્ટોર ઉપર થી ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં બાળકો માટે નિ:શુલ્ક ‘યોગ સમર કેમ્પ’ યોજાશે

elnews

નવા વર્ષથી રાજકોટથી દિલ્હી અને મુંબઈના જવા ૯૧ ફ્લાઇટ

elnews

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ

elnews

Leave a Comment

error: Content is protected !!