Godhra:
ગોધરામાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ સોમવારે શ્રીજી પ્રતિમાઓનું ગોધરાના રામસાગર તળાવમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે વિશ્વકમૉ ચોકમાં પુજન બાદ નીકળેલી શોભા યાત્રામાં 100 ઉપરાંત શ્રીજીની સવારીઓ જોડાઇ હતી.
શ્રીજી સવારીના માર્ગો ઉપર વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોડી સાંજે શાંતિપૂર્ણ વાતાવરણમાં શાનદાર રીતે યાત્રા સંપન્ન થઇ હતી.
સોમવારે વિશ્વકમૉ ચોકમાં કલેક્ટર સુજલ માયત્રા, પોલીસ વડા હીમાંશુ સોલંકી સહીત આયોજન સમિતિના અગ્રણીઓની પૂજા અર્ચન સાથે બપોરે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે ગણેશ ભક્તોએ શોભાયાત્રાનું વિધિવત્ પ્રસ્થાન કરાવ્યું હતું. ધીરે ધીરે આઇટી આઇ, અંકલેશ્વર મહાદેવ, ભુરાવાવ, બામરોલી રોડ, દાહોદ રોડ તરફથી નાના મોટા સૌ કોઇ ભેગા થઇ અલગ અલગ વાહનોમાં નાની મોટી પ્રતિમાઓ લઇ નીકળ્યા હતા.
100 થી વધુ ઉપરાંત મંડળો સાવલી વાડ પહોંચી મુખ્ય શોભા યાત્રામાં જોડાતા યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ત્યાર બાદ વિવિધ મંડળો ઢોલ નગારા ત્રાસા અને ડીજેના ધડમધડાકા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતી બાપ્પા મોરીયાના નાદ સાથે શોભાયાત્રા નીકળી હતી.
માર્ગો પર નીકળેલી શોભા યાત્રામાં ચાલુ વર્ષે વિશેષ પ્રમાણમાં મહિલાઓ જોડાઇ હતી. શ્રીજીની સવારીઓનું ધારાસભ્ય સી.કે.રાઉલજી, સાંસદ, નગર પ્રમુખ સંજય સોની અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો..તો પછી જાહેરાત કરવાની ક્યાં?
તદ્ઉપરાંત રાની મસ્જીદ તેમજ પોલન બજાર પાસે મુસ્લિમ અગ્રણીઓએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યુ હતું. શ્રીજીભક્તો તથા લાયન્સ ક્લબ સહિતની સેવાભાવી સંસ્થાઓએ પાણી તથા સરબતની સેવા આપી હતી.
શ્રીજી વિસર્જનની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી. મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શોભા યાત્રાઓનું સ્વાગત ભારે ઠાઠમાઠ સાથે નીકળેલી ગણપતિ ની શોભાયાત્રા બપોર બાદ પોલન બજાર, રાની મસ્જીદ પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓએ યાત્રાનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું.
ગણપતી બાપા મોરીયાનાં નાદ સાથે આગળ વધેલી યાત્રાનું સ્વાગત જ્યાં કોમી એખલાસ મય વાતાવરણની પ્રતીતિ કરાવતા મુસ્લિમ અગ્રણીઓ એ શોભાયાત્રાને આવકારી હતી. ગોધરા શહેરની આન બાન શાન એવી ગણેશ વિસર્જન યાત્રા શાંતિપુર્ણ રીતે સંપન્ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
1 comment
[…] […]