Gandhinagar, EL News
સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકની અંદર જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મામલે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. આ પ્રોજેક્ટ વાયેબલ છે કે કેમ તેમજ આ વર્ષથી તે આગળ ચલાવવો કે નહીં એ તમામ મુદ્દે સમીક્ષા કરવામાં આવશે અને આ મામલેટ સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.
કેબિનેટ બેઠકમાં આ છ મુદ્દાઓ પર રહેશે ફોકસ
– શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની તૈયારીની સમીક્ષા
– આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમને લઈને થશે ચર્ચા
– આગામી આયોજનો નિતીવિષયક નિર્ણયો મામલે સમીક્ષા બાદ થશે જાહેરાત
– અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ
– જ્ઞાન સેતુ પ્રોજેક્ટ મામલે સમીક્ષા અને ચર્ચા
– અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત સામે સુરક્ષા મામલે ચર્ચા
રાજ્ય સરકારની કેબિનેટ બેઠકનું આયોજન સીએમની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે દર બુધવારે કરવામાં આવે છે ત્યારે આજે પણ વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. 146મી રથયાત્રા કોરોના બાદ પ્રથમ વખત યોજાશે. ગત વખતે 11થી 2માં રૂટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાનથી રથયાત્રામાં સુરક્ષા સહીતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ચક્રવાત તેમજ મોન્સુનની સમીક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે. આવતા સપ્તાહથી શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સીએમ તેનો પ્રારંભ કરાવશે આ દરમિયાન જે તે મત વિસ્તારમાં ધારાસભ્ય, સંસદ સભ્યોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ થશે તે બાબતે ચર્ચા થશે.
આ પણ વાંચો… પુલ ધરાશાયી થવા મામલે મોટી કાર્યવાહી,કાર્યરત ઈજનેર સસ્પેન્ડ
જ્ઞાનસેતુ પ્રોજેક્ટને લઈને વિધાનસભામાં જાહેરાત કરાઈ હતી
જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મામલે ચર્ચા થશે જેમાં કેટલીક બાબતો સામે આવી છે ત્યારે આ વર્ષે પ્રોજેક્ટ કાર્યરત નહીં પણ થઈ શકે તેવી શક્યતા છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટને લઈને વિધાનસભામાં જાહેરાત કરાઈ હતી ત્યારે શિક્ષકો દ્વારા પણ આ મામલે વિરોધ જોવા મળ્યો હતો. સત્તાવાર રીતે આ મામલે નિર્ણય લેવાઈ શકે છે. આ પ્રોજેક્ટ વાયેબલ છે કે કેમ તે બાબતે સત્તાવાર સરકાર તરફથી જાહેરાત કરવામાં આવશે.