Health Tips:
Dark Circle Home Remedies: ડાર્ક સર્કલ (Dark Circle) ની સમસ્યા ઘણી સામાન્ય છે, મહિલાઓથી લઈને પુરૂષો આ સમસ્યાનો સામનો કરે છે, જેના કારણે તેમના ચહેરાની સુંદરતા ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. સામાન્ય રીતે ઉંઘ ન આવવાના કારણે આવું થાય છે, પછી ડાર્ક સર્કલ વધવા લાગે છે અને વિચિત્ર સ્વરૂપ ધારણ કરે છે. જો તમે તમારી રોજિંદી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરો અને કેટલાક ઘરેલું ઉપાય અપનાવો તો આ સમસ્યાથી પણ બચી શકાય છે.
કેમ થાય છે ડાર્ક સર્કલ ?
સૌથી પહેલા તમારે એ જાણવું પડશે કે આંખોની આસપાસ ડાર્ક સર્કલ કેમ દેખાય છે. જો આ ભૂલો અને સમસ્યાઓ દૂર કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
આ પણ વાંચો…સોના પર કસ્ટમ ડ્યુટી અને જીએસટી ઘટાડવાની જરૂર
- વધતી ઉંમર
- લોહીને અછત
- નશાની લત
- પૂરતી ઊંઘ ન લેવી
- ન્યૂટ્રીશનની અછત
- હાર્મોનલ ચેન્જિસ
- એલર્જી
- સ્ટ્રેસ
ડાર્ક સર્કલથી કેવી રીતે છૂટકારો મેળવવો ?
એલોવેરા જેલ
જ્યારે પણ ત્વચાની સુંદરતાની વાત આવે છે, ત્યારે એલોવેરા જેલને ટોપ લિસ્ટમાં રાખવામાં આવે છે. એલોસિન નામનું કમ્પોનેન્ટ તેમાં જોવા મળે છે, જે ટાયરોસિનેઝ એક્ટિવિટીને નિયંત્રિત કરે છે, જે સ્કીનના પિગમેન્ટેશનને રોકવામાં મદદ કરે છે. એટલા માટે આંખોની આસપાસ એલોવેરા જેલ લગાવો.
ટામેટા
ટામેટા ખૂબ જ પૌષ્ટિક ફૂડ છે, તેમાં લાઈકોપીન અને બીટા-કેરોટીન જેવા ફાયટોકેમિકલ્સ હોય છે, જે સ્કિનના ટિશ્યૂઝના ઓક્સિડેટીવ નુકસાન ઘટાડે છે. તમે તેનો રસ આંખોની નીચે લગાવો.
નારંગી
નારંગીમાં વિટામીન એ અને વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે ત્વચાને અંદરથી પોષણ આપે છે. એક બાઉલમાં નારંગીનો રસ કાઢીને તેમાં થોડું ગ્લિસરીન મિક્સ કરો અને તેને ડાર્ક સર્કલ પર લગાવો, થોડા દિવસોમાં તેની અસર દેખાશે.
નારિયેળ તેલ
નારિયેળનું તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેથી તેને ડાર્ક સર્કલ પર લગાવો, તેનાથી ત્વચાને ઉત્તમ પોષણ મળશે અને ત્વચાનો સોજો ઓછો થશે.