31 C
Gujarat
November 19, 2024
EL News

૨૪ જૂન ૨૦૨૪ના રોજ મળેલી અદાણી એન્ટરપ્રાઇઝીસની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને ગૌતમ અદાણીનું સંબોધન

Share
Shivam Vipul Purohit, India:

મારા પ્રિય સહુ શેરધારકો,

આ વર્ષ અનેક રીતે મહત્વનું સીમાચિહ્નરૂપ બની રહ્યું છે. જોગાનુજોગ તે અમારી 30મી વર્ષગાંઠ છે.આથી અદાણી એન્ટરપ્રાઈઝના 1994માં તેના પ્રથમ આઈપીઓથી લઈને અમે જે પડકારોનો સામનો કરીને અમે જે સફળતા હાંસલ કરી છે તે સુધીની અનેરી સફર ઉપર પાછલી નજર કરવાનો અને ઉજવણી કરવાનો આ રુડો સમય છે.

મારા વિનમ્ર દૃષ્ટિકોણ મુજબ આપણી સિદ્ધિઓમાં આપણી સફળતાનું સાચું માપ ઓછું અને પ્રતિકૂળતાનો સામનો કરવાની આપણી ક્ષમતા વધુ છે. મારા કિસ્સામાં મેં મારી માતા પાસેથી મારા જ્ઞાનના પાઠ પ્રાપ્ત કર્યા છે. બનાસકાંઠાના કઠોર રણમાં ઉછરીને મેં ખરી તાકાત દ્રઢતામાં રહેલી છે તેવો પાઠ તેમની પાસેથી શીખ્યો છું.

આ દ્રઢ મનોબળે જ અમને દેશની સૌથી પ્રશંસનીય કંપનીઓમાંની એક બનવાનો માર્ગ કંડાર્યો છે અને પાછલા વર્ષે જ અમે અમારા દ્રઢ મનોબળનો પરિચય કરાવ્યો હતો આનાથી વધુ મજબૂત સાબિતી અગાઉ ક્યારેય દર્શાવી ન હતી.

એક વિદેશી શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોનો આપણે સામનો કરવો પડ્યો હતો જેણે અમારી દાયકાઓની મહેનત પર સવાલ ઉઠાવ્યા હતા. અમારી પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા ઉપર થયેલા અભૂતપૂર્વ હુમલાનો સામનો કરીને અમે વળતો મુકાબલો કરીને એ પૂરવાર કર્યું છે કે જે પાયા ઉપર આપના જૂથની સ્થાપના કરવામાં આવી છે તેને કોઈપણ પડકાર નબળું પાડી શકે નહીં.

ટકી રહેવાની હિંમત, અમારી ક્ષમતાઓમાં વિશ્વાસ અને અમારા હેતુને સિધ્ધ કરવા માટેની પ્રતિબદ્ધતા.એવા અમારા આ ત્રણ મુખ્ય મૂલ્યો ધરાવતા પાયાઓ છે. આ મૂલ્યો સાથેની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી અને પસાર થતા દરેક વર્ષ સાથે વધુ સુસંગત અનુકુળતા સાધવાનું ચાલુ રાખ્યું છે.

સામાન્ય શોર્ટ સેલર્સ નાણાકીય બજારોમાંથી નફો રળી લેવાને લક્ષ્ય બનાવે છે. પરંતુ આ શોર્ટ સેલરનો ઇરાદો અલગ હતો તે દ્વિપક્ષીય હુમલો હતો – અમારી નાણાકીય સ્થિતિની અસ્પષ્ટ ટીકા અને તે જ સમયે વિકૃત માહિતી ફેલાવવાની ઝુંબેશ અમોને રાજકીય સંઘર્ષનામેદાનમાં ખેંચી ગઈ. આ હુમલો અમારી ફોલો-ઓન પબ્લિક ઑફર બંધ થયાના બે દિવસ પહેલા ગણતરીપૂર્વકની ચાલબાજી હતી. પશ્ચિમના પ્રસાર માધ્યમોના એક ભાગ દ્વારા વ્યાપક રીતે અમને બદનામ કરી મહત્તમ નુકસાન કરવા અને અમારી મહેનતથી કમાયેલા બજાર મૂલ્યને નષ્ટ કરવા માટે પ્રપંચ રચવામાં આવ્યું હતું.

આ શોરબકોરને ધ્યાને લઇ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા FPO દ્વારા સફળતાપૂર્વક રૂ.20,000 કરોડ એકત્ર કરવા છતાં, અમારા રોકાણકારો પ્રત્યેના અમારા સમર્પણ અને નૈતિક વ્યાપાર પ્રથાઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વળગી રહીને અમે આ રકમ પરત કરવાનો અસાધારણ નિર્ણય લીધો.

આ સ્થિતિમાં જ્યાં મોટાભાગની કંપનીઓ ભાંગી પડી હશે, તે સંજોગોમાં આપણી લિક્વિડિટી આપણી સૌથી મોટી સંપત્તિ બની ગઈ છે. આપણી રોકડ અનામતને વધુ વધારવા માટે અમે વધારાના રૂ.40,000 કરોડ ઊભા કર્યા છે, જે અમારા દેવાની ચુકવણીના આગામી બે વર્ષને આરામથી આવરી લે છે. આ નિર્ણાયક કાર્યવાહી આપની કંપનીની મહાન શક્તિનો પુરાવો છે. તેણે બજારનો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો અને આપણે માર્જિન-લિંક્ડ ફાઇનાન્સિંગમાં રૂ.17,500 કરોડની પૂર્વ ચુકવણી કરીને કોઈપણ અસ્થિરતા સામે આપણા પોર્ટફોલિયોનું રક્ષણ કર્યું છે.

વધુમાં દેવાની ચુકવણીમાં આજ સુધી ક્યારેય કોઈ પડકારોનો સામનો કરવો પડ્યો ના હોવા છતાં અમે ફક્ત છ મહિનામાં અમારું દેવું અને EBITDA રેશિયો 2.5x સુધી ઘટાડવાનું પસંદ કર્યું હતું જે હવે 2.2xથી પણ નીચું છે. આ અભિગમે આપણી નાણાકીય સ્થિતિસ્થાપકતાને માત્ર મજબૂત જ કરી નથી પરંતુ ભવિષ્યના વિસ્તરણ માટે આપણા હેડરૂમમાં પણ વધારો કર્યો છે.

જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે આપણા પગલાંને સમર્થન આપ્યું ત્યારે આ હુમલા સામેનું આપણું વલણ વધુ દ્વેષપૂર્ણ સાબિત થયું. વધુમાં કામકાજની શ્રેષ્ઠતા અને પારદર્શક જાહેરાતો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને માત્ર રેટિંગ એજન્સીઓ અને નિષ્ણાંત નાણાકીય સમુદાયો જ નહીં પણ GQG પાર્ટનર્સ, TotalEnergies, IHC, QIA અને યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન જેવા આદરણીય વૈશ્વિક રોકાણકારો દ્વારા પણ માન્ય કરવામાં આવી હતી. જેમણે આપણા વ્યવસાયમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે.

જે ઝંઝાવાતોએ આપણી. કસોટી કરી હતી તેણે જ આપણને વધુ શક્તિશાળી બનાવ્યા છે.

આજે વિશ્વ એક ચોરાહે પર આવીને ઉભું છે. ભૌગોલિક રાજકીય તણાવે વૈશ્વિક સંબંધોને તણાવની સ્થિતિમાં લાવી મૂક્યા છે, ત્યારે ક્લાયમેટ ચેન્જ સામેની લડાઈ વધુ પડકારરૂપ બની છે અને ટેક્નોલોજી પરિવર્તન આપણી જીવનશૈલી અને કામ કરવાની રીતને અવરોધે છે.

અનિશ્ચિતતાના આ વાતાવરણમાં વિશ્વ ભારતનો ઉદય જોઈ રહ્યું છે. આ ભારતનો સમય છે. જટિલ વિશ્વમાં હવે આપણે સ્થિરતા, સહકાર અને પ્રગતિ માટેનું બળ છીએ. અને તે ભારતની સૂક્ષ્મ આર્થિક સ્થિરતા અને મહત્વાકાંક્ષી વિકાસ યોજનાઓ છે જે આપણા આત્મવિશ્વાસને પ્રેરિત કરે છે.

આ ઉત્તરોત્તર ચડતા ગુણાંકની અસરને જોતાં ભારત સરકારે આ નાણાકીય વર્ષ માટે તેનું ભંડોળ 16% વધારી રૂ. 11 લાખ કરોડથી વધુનું કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક ખર્ચમાં ત્રણ ગણો વધારો થયો છે.

આનાથી પણ વધુ સુસંગત હકીકત એ છે કે, જ્યારે રાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે તખ્તો સજ્જ કરે છે, ત્યારે ભંડોળ અને કાર્યવાહીનો મોટો હિસ્સો રાજ્ય સ્તરે હોય છે. આપણા કિસ્સામાં ભારતના 24 રાજ્યોમાં ફેલાયેલી આપણી કામગીરી સાથે રાજ્ય સરકારોએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાના અમલીકરણની પહેલના આપણે નજરોનજરના સાક્ષી છીએ.

મને એ કહેતા ગૌરવ થાય છે કે 2023માં આપણી રેકોર્ડ-બ્રેકીંગ સિદ્ધિઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે ચાલવાના અભિગમ તેમજ મોટા પાયે સૌથી વધુ કઠીન અને પડકારરુપ પ્રોજેક્ટને અજોડ કુશળતા સાથે અમલમાં મૂકવાની આપણી ક્ષમતાને વિશિષ્ટ રીતે રેખાંકિત કરે છે

હું આપ સમક્ષ ખાવડાનું ચિત્ર પ્રસ્તુત કરું તો વિશ્વના સૌથી મુશ્કેલ રણમાં જેની ગણના થાય છે એ હવે કેટલાક સો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશનનું ઘર બન્યું છે. પહેલેથી જ 3,000 મેગાવોટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરી રહયો છે, આગામી પાંચ વર્ષમાં 30 GW ક્ષમતા વિકસાવવાની આપણી આક્રમક સમયરેખા સાથેનું લક્ષ્ય છે. જે બેલ્જિયમ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોને વીજળી આપવા માટે પૂરતો હશે.

આપણા માટે ખાવડા પાર્ક ટકાઉપણા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.

વધુમાં મુંબઈના ધારાવીમાં વિશ્વના સૌથી મોટા પુનઃવિકાસ પ્રોજેક્ટની કલ્પના કરો કારણ કે આગામી દાયકામાં વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં આપણે આમૂલ પરિવર્તન કરીશું. આ પરિવર્તનમાત્ર તેના 10 લાખથી વધુ રહેવાસીઓને જીવન જીવવાનું ગૌરવ પ્રદાન કરશે એટલું જ નહીં પરંતુ તે જ વેળા મુંબઈના આ હૃદયમાં ટકાઉ જીવન અને નવીનતાની એક બેનમૂન ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

અથવા તો ભારતીય નવીનતાનું પ્રતીક દૃષ્ટિ 10 સ્ટારલાઇનર UAV જે આપણા રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરતી આકાશમાં ઉડીને આગળ વધી રહી છે. આ માત્ર મશીનો નથી – તે ભારતની સુરક્ષા અને સુખાકારી માટે આપણી અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

પરિકલ્પના કરવાની અને જટિલતાને સંભાળવાની તેમજ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખૂબ મોટા પ્રોજેક્ટને અમલમાં મૂકવાની આ ક્ષમતા એ આપણી એક અજોડ યોગ્યતા છે જેને આપણે વધુ સારી રીતે જાળવવાનું ચાલુ રાખ્યું છે

પરિણામો આપણે નાણાકીય સંખ્યામાં પ્રગટ કરીએ છીયે. 2023-24માં આપણે અભૂતપૂર્વ સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને રૂ. 82,917 કરોડનો આજ સુધીનો સૌથી વધુ EBITDA આપણે નોંધાવ્યો છે.અથવા લગભગ USD 10 બિલિયન અર્થાત 45% નો નોંધપાત્ર ઉછાળો હાંસલ કર્યો છે.

આ અસાધારણ કામગીરીએ આપણા PAT ને રૂ. 40,129 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચાડ્યો છે જે નોંધપાત્ર 71% વૃદ્ધિ દર્શાવે છે. EBITDA પરનું આપણું ચોખ્ખું દેવું પાછલા વર્ષમાં 3.3x થી ઘટીને 2.2x થઈ ગયું છે.અને તેના પરિણામે રૂ. 59,791 કરોડની રોકડ બેલેન્સ સાથે ગ્રૂપ લિક્વીડીટિના સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે

આ આંકડાઓએ આપણા અત્યંત સ્થિર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મનું નિદર્શન કરવા સાથે રેટિંગ અને આઉટલૂક અપગ્રેડ્સની શ્રેણી તરફ દોર્યું છે અને આપણી ત્રણ પોર્ટફોલિયો કંપનીઓ – અંબુજા, ACC અને APSEZ – હવે AAA રેટેડ છે.

 આપણી કેટલીક પોર્ટફોલિયો કંપનીઓના ચોક્કસ પ્રદર્શન વિષે જણાવું તો …..

અદાણી એન્ટરપ્રાઇઝિસ, આપણા ગ્રૂપના ઇન્ક્યુબેશન એન્જિનનું આ વર્ષ શાનદાર રહ્યું છે. આપણા એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં ડબલ ડિજિટની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જે 88.6 મિલિયન પર આવી હતી. માનનીય વડા પ્રધાને આપણા લખનૌ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યાધુનિક ટર્મિનલ 3નું ઉદ્ઘાટન કરી અમોને સરસ તક પૂરી પાડી હતી.

AEL પોર્ટફોલિયોની કચ્છ કોપર લિમિટેડએ મુન્દ્રામાં તેનો અગ્રણી ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કોપર રિફાઈનરીમાં કામગીરી શરૂ કરી છે. આ દાયકાના અંત સુધીમાં આપણે 1 MMTPAની ક્ષમતા સાથે તેને વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન કોપર સ્મેલ્ટર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, આમ આપણા મહત્વપૂર્ણ ઉદ્યોગો માટે આ પ્રોજેકટજરૂરી ધાતુ પર ભારતની આત્મનિર્ભરતા વધારશે

અદાણી પોર્ટ્સ અને સેઝ માટે આ વર્ષ ફળદાયી રહ્યું છે તેણે ૪૦૦ MMT. કાર્ગોના આંકને વટાવી દીધો છે અને વિક્રમરુપ ૪૨૦ MMT.હેન્ડલ કર્યો છે. આપણા દસ બંદરોએ આજ સુધીનું ઉચ્ચ કાર્ગો વોલ્યુમ નોંધ્યું છે. આપણે ગોપાલપુર અને કરાઈકલ બંદરો પણ હસ્તગત કર્યા છે, અને ભારતના મુખ્ય બંદરો અને લોજિસ્ટિક્સ કંપની તરીકે આપણી સ્થિતિ મજબૂત કરી છે

રિન્યુએબલ એનર્જીની વૃદ્ધિની સંભાવનાને જોતાં અદાણી ગ્રીન એનર્જીએ તેના નાણાકીય વર્ષ 2029-30ના લક્ષ્યાંકને 45 GW થી 50 GW સુધી સુધાર્યો છે. વર્ષમાં આપણે 2.8 GW ઉમેર્યા છે જે ભારતના કુલ રિન્યુએબલ ક્ષમતા વધારાના 15% છે. ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં પ્રથમ 2 GWનું શરૂઆતના 12 મહિનાની અંદર ઉત્પાદન શરુ કરીને એક વિક્રમ સ્થાપ્યો છે. જે અમલવારીની આપણી ક્ષમતાઓની સંગીન સાબિતી છે.

 આપણા વ્યવસાયોના કામકાજની કેટલીક વધુ બાબતોનો ઉલ્લેખ કરું તો..

ગોડ્ડા ખાતે 1,600 મેગાવોટના ટ્રાન્સ-નેશનલ અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટની કામગીરી સાથે અદાણી પાવરની સંચાલન ક્ષમતા 12% વધીને 15,250 મેગાવોટ થઈ છે. ભારતનો આ એવો પહેલો પાવર પ્લાન્ટ બન્યો છે જે તમામ વીજ ઉત્પાદન પાડોશી રાષ્ટ્રને નિકાસ કરે છે

અદાણી એનર્જી સોલ્યુશન્સે બે 765 kV લાઈનો સહિત અત્યંત જરૂરી ક્રિટિકલ ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શરુ કરવાનું ચાલુ રાખ્યું છે. આપણી ટ્રાન્સમિશન ઓર્ડર બુક રૂ.17,000 કરોડની છે અને સ્માર્ટ મીટરિંગ ઓર્ડર બુક વધીને 228 લાખ યુનિટ થઈ ગઈ છે

અદાણી ટોટલ ગેસે તેના CNG સ્ટેશનોનો વિસ્તાર કરીને 900 સ્ટેશનોને પાર કર્યા છે અને PNG જોડાણ 8.45 લાખથી વધીને 9.76 લાખ પર પહોંચી ગયા છે. આપણે 606 EV ચાર્જિંગ પોઈન્ટ તેમજ બરસાનામાં ભારતના સૌથી મોટા બાયોમાસ પ્લાન્ટનો પ્રથમ તબક્કો પણ શરૂ કર્યો છે.

ACC અને અંબુજા સિમેન્ટના સંપાદન અને અન્ય કમિશનિંગને પગલે, અદાણી ગ્રૂપની સંયુક્ત સિમેન્ટ ક્ષમતા 67.5 MTPA થી વધીને 79 MTPA થઈ ગઈ છે અને અધિગ્રહણ પછી આપણો EBITDA પ્રતિ ટન બમણો થઈ ગયો છે. 2028 સુધીમાં આપણે આપણા 140 MTPAના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.

આપણને એ વાતનો પણ ગર્વ છે કે અંબુજા સિમેન્ટ્સ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ 21.8-km-લાંબા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક માટે લીડ સપ્લાયર હતી

આપણી મીડિયા કંપની NDTV એ વૈશ્વિક ડિજિટલ ટ્રાફિકમાં 39% વધારા સાથે પ્રાદેશિક અને ડિજિટલ રીતે તેની હાજરીનો વિસ્તાર કર્યો છે. પ્રસારણ કરવાનો ઈરાદો ધરાવતા આપણાકાર્યક્રમોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આપણે ભાવિ પેઢી માટેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કર્યું છે અને BKC, મુંબઈ અને NCR, દિલ્હીમાં નવી સુવિધાઓ ઉમેરી છે.

અદાણી ફાઉન્ડેશન વિશે વાત કરું તો જ્યાં પ્રત્યેક સંખ્યાંક પરિવર્તનની,સશક્ત જીવનની અને વિકાસની તક લક્ષિત સમુદાયની ગાથા કહે છે આ જગતમાં આપણે એક નાનકડી સકારાત્મક છાપ છોડવા માટે ભાગ ભજવવાના પ્રયાસરુપે આપણે સાથે મળીને જે હાંસલ કર્યું છે તેના માટે હું આભારી છું.

અંગત રીતે મારા દીલની નજીક છે અને મને સૌથી વધુ ગર્વ છે એવા અદાણી ફાઉન્ડેશનની એકંદર પહોંચ હવે 19 રાજ્યોના 6,769 ગામડાઓમાં 9.1 મિલિયન વ્યક્તિઓ સુધી વિસ્તરી છે.

અદાણી સક્ષમ કૌશલ્ય વિકાસ પહેલ અંતર્ગ1,69,000 યુવા વ્યક્તિઓને આવશ્યક કૌશલ્યો સાથે સશક્ત બનાવ્યા છે, પરિણામે તેઓને ઉજ્જવળ ભવિષ્ય સુરક્ષિત કરવા અને સંભવિત રીતે ઉદ્યોગસાહસિક બનવા માટે આગળ વધવામાં મદદ મળી શકે.

આપણા હેલ્થ આઉટરીચ પ્રોગ્રામ્સમાં આપણા મોબાઇલ હેલ્થ કેર યુનિટ્સ અને કેમ્પનો સમાવેશ થાય છે અને ઘણા દૂરના સમુદાયોને આવશ્યક સેવાઓ પહોંચાડતા 2 મિલિયન જીવનને સ્પર્શે છે.

અને સુપોશણ પ્રોજેક્ટ જે 4,14,000 મહિલાઓ અને બાળકો સુધી પહોંચે છે અને ભાવિ પેઢીઓના પાયાને મજબૂત કરવા માટે જરૂરી પોષણ ઉપલબ્ધ કરાવે છે.

મારી પત્ની અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ દરરોજ સાંજે મને પ્રભાવિત થયેલા જીવનની ઓછામાં ઓછી એક વાર્તા કહેવાનું મન કરે છે. આ એક જ સમયે નમ્ર અને પ્રેરણાદાયક બંને જીવનના પાઠ છે.

હું હંમેશા આશાવાદી રહ્યો છું અને જેમ જેમ હું નજીક આવી રહ્યો છું, એમ હું ભવિષ્યનું ચિત્ર દોરવા ઇચ્છું છું જે રાહ જોઈ રહ્યું છે. ભારત હવે ક્રોસરોડ પર નથી. ભવિષ્ય; આપણે આપણા સૌથી મોટા વિકાસના તબક્કાની અણી પર ઊભા છીએ

આ દાયકાના અંત સુધીમાં આપણું રાષ્ટ્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે અને આપણા ડેમોગ્રાફિક ડિવિડન્ડને જોતાં આપણે સૌથી મોટા મધ્યમ વર્ગ બનવાના માર્ગ પર છીએ જેનું વિશ્વ હંમેશા સાક્ષી રહેશે અને હવે તેની ત્રીજી ટર્મમાં સરકાર સાથે આપની કંપની આર્થિક અને સામાજિક કાર્યક્રમોને ચાલુ રાખવા માટે સારી સ્થિતિમાં છે જેણે છેલ્લા એક દાયકામાં આપણી અદભૂત યાત્રાને આગળ ધપાવી છે

છેલ્લા 10 વર્ષના સમયગાળામાં આપણે આપણી જીડીપી બમણી જોઈ છે. આપણે પહેલાથી જ 7% થી વધુનો GDP વૃદ્ધિ દર હાંસલ કરી રહ્યા છીએ, આપણો શેરબજારો રેકોર્ડ ઉંચી સપાટીએ છે, અને વપરાશ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે, જે મજબૂત આર્થિક સ્વાસ્થ્યનો સંકેત આપે છે, કારણ કે આપણો મધ્યમ વર્ગ વિશ્વના અન્ય કોઈપણ કરતાં વધુ ઝડપથી વિસ્તરે છે. વૃદ્ધિ માટેનો પાયો મજબૂત રીતે સ્થાપિત છે અને આગામી દાયકામાં હજુ પણ વધુ પ્રગતિ માટે વચનબધ્ધ છે

અને આપણે 2032 સુધીમાં 10 ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ જેમ જેમ આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો આપણો ખર્ચ 20-25%ના CAGRથી વધવાની અને $2.5 ટ્રિલિયનના.ક્યુમ્યુલેટિવ ખર્ચ સુધી પહોંચવાની અપેક્ષા છે તે જોતાં આપણે ખૂબ જ પાયાની .એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છીએ, અમે આવનારી તકોનો લાભ ઉઠાવવા માટે આપણે સંગીન સ્થિતિમાં છીએ.

વધુમાં એક સાથે ઉર્જા અને ડિજિટલ સંક્રમણના યુગમાં જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ તેની સાથે રિન્યુએબલ એનર્જી વેલ્યુ ચેઈનને અપનાવી રહ્યા છીએ, એ.આઇ. ડેટા સેન્ટરની તેજ ગતીએ વધી રહેલી ઉપયોગીતાને વીજ પુરી પાડવા માટે જરૂરી ગ્રીન ડેટા સેન્ટર, ગતિશીલતાનું આગામી વિદ્યુતીકરણ અને સ્વચ્છ હવા માટે EV ક્રાંતિનો પાયો નાખવા માટે આપણો દેશ એવા બજારોને ખોલી રહ્યો છે જે આગામી દાયકામાં હજુ સુધી ન થઈ શકે તેવા મૂલ્યનું ટ્રિલિયન ડૉલરનું મોટાપાયે વચન આપે છે.

આપણા વિક્રમરુપ પરિણામો મજબૂત રોકડ સ્થિતિ અને ઈતિહાસમાં સૌથી નીચા આપણા ઋણના ગુણોત્તર સાથે અમારો આગળનો આપણો પંથ વધુ મોટી સિદ્ધિઓના સંકલ્પ સાથે ઝગમગે છે.

આપણી સમક્ષ શક્યતાઓ અપરંપાર છે. પહેલા કરતા આપણે વધુ મજબૂત છીએ અને હજુ શ્રેષ્ઠ આવવાનું તો બાકી છે.

હમ કરકે દિખાયેંગે!

ધન્યવાદ

જય હિન્દ

આ પણ વાંચો ગૌતમ અદાણી – ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડીયા

 

 

 

Related posts

મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી મહિસાગર દ્વારા નારી વંદન ઉત્સવ ૨૦૨૩

elnews

સુરતમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતી ઘટના

elnews

અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો

elnews

Leave a Comment

error: Content is protected !!