Business:
ગૌતમ અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે Alluvial મિનરલ રિસોર્સિસ (AMRPL) ના 10,000 (100%) ઇક્વિટી શેર હસ્તગત કર્યા છે. મહત્વની વાત એ છે કે અદાણી એન્ટરપ્રાઇઝે આ ખરીદી તેના જ ગ્રુપની અદાણી ઇન્ફ્રા પાસેથી કરી છે. આ ડીલ 71,000 કરોડ રૂપિયાની છે.
કંપની વિશે: AMRPL ભારતના કોઈપણ ભાગમાં અથવા અન્ય જગ્યાએ ખાણકામની કામગીરીમાં રોકાયેલ છે. તે 6 નવેમ્બર, 2020 ના રોજ અમદાવાદ ખાતે નોંધાયેલું હતું. કંપનીએ હજુ તેની કોમર્શિયલ કામગીરી શરૂ કરવાની બાકી છે. બીજી તરફ અદાણી ઈન્ફ્રાની વાત કરીએ તો ગૌતમ અદાણી ગ્રુપ હેઠળ કામ કરે છે.
આ પણ વાંચો…અજમાવો સાઉથ ઇન્ડિયન ઘી ચોખાની રેસિપી
શેરમાં વેચવાલીઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં વેચવાલીનું વાતાવરણ હતું. શેરની કિંમત વિશે વાત કરીએ તો, તે 3995.80 રૂપિયા પર છે, જે 0.74% નો ઘટાડો દર્શાવે છે. માર્કેટ કેપની વાત કરીએ તો તે 4,55,521.65 કરોડ રૂપિયા છે.
જણાવી દઈએ કે અદાણી ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઈઝ પણ સામેલ છે જેનું નામ સંપત્તિ સર્જનના મામલે સૌથી આગળ છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનની સાથે ટોચની 100 કંપનીઓએ વર્ષ 2016-17 થી 2021-22 દરમિયાન કુલ રૂ. 92.2 લાખ કરોડની સંપત્તિનો ઉમેરો કર્યો હતો.