Mumbai, Shivam Vipul Purohit:
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે મુંબઈ સ્થિત દેશ ની પ્રતિષ્ઠિત મહિલા વિશ્વવિદ્યાલય SNDT Women’s University અને મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી બે દિવસીય કોન્ફરન્સ નુ સાઉથ મુંબઈના ચર્ચગેટ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું.
આ કોન્ફરન્સ માં વડોદરા શહેર ની ગરિમા માલવણકર ને આમંત્રિત વક્તા તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા અને મીડિયા ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.
યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ડૉ. ઉજ્વલા ચક્રદેવ, પ્રો. વાઇસ ચાન્સેલર રુબી ઓઝા, કાર્યાધ્યક્ષ ડો. શીતલા પ્રસાદ દુબે, રજિસ્ટ્રાર ડૉ. વિકાસ નંદવેડકર, ભારતીય જ્ઞાન કેન્દ્ર ના નિર્દેશક ડૉ. જીતેન્દ્ર કુમાર તિવારી ની વિશેષ ઉપસ્થિતિ માં ‘રાષ્ટ્રીય નિર્માણ મેં ભારતીય સ્ત્રીઓ કા યોગદાન’ ની થીમ પર જગરાની પ્રકલ્પ નારી સે નારાયણી કાર્યક્રમ યોજાયો.
જેમાં ગરિમા માલવણકરે પોતાના મીડિયા ના વિવિધ ક્ષેત્રો જેમકે પ્રિન્ટ, રેડિયો, બ્રોડકાસ્ટ, ફિલ્મ, ગવરમેન્ટ અને કોર્પોરેટ સેક્ટર નો અનુભવ વિશે વિદ્યાર્થીઓ ને સંબોધન કર્યું. વિશેષ કરીને હિન્દી સાહિત્ય ના જાણીતા ચેહરાઓ, કવિ, લેખક, શિક્ષણવિદો અને મહાનુભાવો ની ઉપસ્થિતિ માં વિદ્યાર્થીનીઓ થી ખચાખચ ભરેલા ઓડિતોરિયમ માં આમંત્રિત વક્તા તરીકે ગરિમા માલવણકર દ્વારા ‘ભારતીય મીડિયા મે મહિલાઓ કી બઢતી ઔર બદલતી ભૂમિકા’ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું.
અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી સાહિત્ય અકાદમી અને SNDT Women’s University, Mumbai દ્વારા એક વિશેષ પુસ્તક તૈયાર કરવામાં આવનાર છે જેમાં ગરિમાએ રજૂ કરેલ આલેખ નો સમાવેશ કરવામાં આવનાર છે.
સમાપન સમારંભમાં નિર્દેશક શ્રી જીતેન્દ્ર કુમાર તિવારી, પ્રોફેસર શ્રી રવીન્દ્ર કાત્યાયન અને જાણીતા બેંકર તથા હિન્દી સાહિત્યકાર ડૉ. કે કે પાંડે દ્વારા ગરિમા માલવણકર નુ મીડિયા ના વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું.