18.5 C
Gujarat
November 22, 2024
EL News

રાજકોટમાં ઉલ્ટી ગંગા વહી: પતિ નહિ પરંતુ પત્ની, દીકરી અને સસરાએ ગુજાર્યો ત્રાસ

Share

Rajkot :

રાજકોટ શહેરમાં પત્નીઓ પર સાસરિયા પક્ષનો ત્રાસ ગુજારવાના કિસ્સા અવાર નવાર સામે આવ્યા છે ત્યારે આજે રાજકોટમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.

PANCHI Beauty Studio
Advertisement

રાજકોટનીવાસી પત્નિએ તેની પુત્રી અને પિતા સાથે મળીને પતિ પર ત્રાસ ગુજાર્યો. પતિ ઉપર તેની પત્ની પુત્રી અને સસરા દ્વારા પાંચ દિવસ તેને પૂરી રાખી ત્રાસ આપીયાનો બનાવ સામે આવ્યો છે જેમાં કોઠારીયા રોડ ઉપર રહેતા પતિને તેની પત્ની પુત્રી અને સસરાએ તેને ઘરની નીચેના પાર્કિંગ રૂમમાં ગૃહ પ્રવેશને કારણે પૂરી રાખી અને તેના ઉપર ગરમ પાણી અને એસિડ રેડ્યું હતું  ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે આજે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને જણાવ્યું હતું કે તેને પાંચ દિવસ સુધી રૂમમાં પૂરી રાખી ભૂખ્યો રાખવામાં આવ્યો હતો અને રોજ ગરમ પાણી અને એસિડ માથે રેડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…રેકોર્ડતોડ કમાણી / 9 હજારનું રોકાણ થઈ ગયું 1 કરોડ, આ એક શેરે કરાવી છપ્પડફાડ કમાણી

છેલ્લા 15 વર્ષથી ગૃહ કલેશ ના કારણે તેના સાસરીયાઓ તેના ઉપર ત્રાસ ગુજારે છે તેવા આક્ષેપો તેને પોલીસ સમક્ષ કર્યા હતા. વિગતો મુજબ કોઠારીયા રોડ ઉપર આવેલ સહકાર સોસાયટીમાં રહેતા વિજયભાઈ વાલજીભાઈ કાચાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેને દિવાળીની આગલી રાતે તેના પત્ની નિશા સસરા વિનોદ અને તેની સગી પુત્રી દ્વારા તેને પાર્કિંગ રૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો અને તેના ઉપર રોજ સતત પાંચ દિવસ સુધી એસિડ અને ગરમ પાણી રેડવામાં આવ્યું હતું જેના લીધે તેં ગુદાના ભાગે અને હાથ પર દાજી ગયો હતો. જેથી તેને આજે સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તેને પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ બાદ જ તેની પત્ની નિશા તેના ઉપર ત્રાસ ગુજારતી હતી અને તેના સસરા પણ નિશાનો સાથ દેતા હતા.અનેક વાર ગૃહ કલેશ મામલે બંને પતિ પત્નીને ઝગડા થતા હતા જેમાં નિશા અને તેના પિતા વિનોદ દ્વારા વિજયભાઈને મરમારવામાં અવતો હતો.

ત્યારે પણ તેને પોતાની પત્ની અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ દિવાળીની આગલી રાતે તેના ઉપર સાસરીયાઓ દ્વારા ફરી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેમાં તેને ને પાંચ દિવસ સુધી રૂમમાં ભૂખ્યો તરસ્યો પૂરી રાખી અને તેના ઉપર એસિડ અને ગરમ પાણી નાખવામાં આવ્યું હતું. જેના લીધે તે ગંભીર રીતે દાઝી ગયો હતો .જેથી હાલ પોલીસે તેનું નિવેદન આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટવાસીઓ આનંદો: પાણીની સમસ્યા થશે દૂર :

elnews

ગુજરાત ઈલેક્શન 2022 : રાજકોટ પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસ માટે ફસાયો પેચ

elnews

રાજકોટમાં પોલીસકર્મી દારૂ પીને દુકાનો બંધ કરવા નીકળ્યો

elnews

Leave a Comment

error: Content is protected !!