30.4 C
Gujarat
November 21, 2024
EL News

ગાંધીનગર: બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે MOU

Share
 Gandhinagar, EL News

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU કરાયા હતા.  સ્કોપ દ્વારા બ્રિટિશ કાઉન્સીલ સાથે એગ્રીમેન્ટ કરીને તેની પરીક્ષાઓ તથા ઓનલાઇન ટ્રેનિંગનો લાભ ગુજરાતના વિધાર્થીઓને તથા આમ જનતાને સુપેરે મળી રહે અને માતૃભાષાની સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને સમજણમાં પણ વધારો થાય તે હેતુથી MOU કરવામાં આવ્યા છે.

Measurline Architects

આ પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે Stering, Spooking , Reading અને Writing જેવા કૌશલ્યો પર ભાર મૂકવામાં આવશે. ઓનલાઈન મોડ્યુલ્સ દ્વારા તેનો અભ્યાસ કરી સરળતાથી તેની પરીક્ષા આપી શકાશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર વિધાર્થીઓ તથા ગુજરાતનાં નાગરિકો મેળવી શકશે.

આ ઉપરાંત લાભાર્થી માટે તેઓને અનુકૂળ સમય અનુસાર દર મહિને 25 મિનિટના 4 વેબિનરની સવલત બ્રિટિશ કાઉન્સીલના કુશળ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે. વર્ષમાં દુનિયાભરના 20 લાખથી વધુ લોકો તેનો લાભ લે છે. આ પરીક્ષા 150થી વધુ દેશોમાં અને વિશ્વભરની 250થી વધુ યુનિવર્સિટીઓમાં માન્ય છે. ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિશ્વભરના શૈક્ષણિક નિષ્ણાતો જેવા કે “સેન્ટર ઑફ રિસર્ચ ફોર ઇગ્લિશ લર્નિંગ’ અને યુનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયર ખાતે ભાષાનું મૂલ્યાંકન કરીને તૈયાર કરવામાં આવેલ છે, જેનું પરિણામ કોમન યુરોપીયન ફ્રેમવર્ક (CEFR) પર આધારિત છે.

આ પણ વાંચો…અમદાવાદ – ગૂજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ

ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ અને જોબ પ્રોગ્રેસમાં લાભ થવા પાત્ર છે. સ્નાતક વિધાર્થીઓને ઇલેશ સ્કોર પરીક્ષા આપીને તેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જાણી શકશે અને તેમના રોજગાર માટે મદદરૂપ બનશે. અત્રે નોંધનીય બાબાત એ છે કે, વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધે તે ઉમદા હેતુથી Society for Creation of Opportunities through Proficiency in English- SCOPEની સ્થાપના કરાઇ હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે

elnews

અમદાવાદ: ઓગસ્ટમાં વરસાદના રિસામણા! દર વર્ષની સરખામણીએ 80થી 85 ટકા ઓછો પડ્યો,

elnews

વાવાઝોડાના લઈને નેવીના એરક્રાફ્ટ સ્ટેન્ડબાય કરવામાં આવ્યા,

elnews

Leave a Comment

error: Content is protected !!