Gandhinagar, EL News
તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર છે. આગામી 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી કુલ 17થી વધુ લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ઉમેદવારની બેઠક વ્યવસ્થા સહિત પરીક્ષાનો ખોટો ખર્ચ બચાવવા માટે પચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, અગાઉ તલાટીની પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારનો ઓનલાઈન સહમતિ પત્રક ભરવા માટે જણાવાયું હતું. ત્યારે આ સહમતિ પત્રક ઓનલાઈન ભરવા માટેનો આજે એટલે કે 20 એપ્રિલનો દિવસ અંતિમ દિવસ છે. આજે 11 વાગ્યા સુધીમાં ઉમેદવારો સહમતિ પત્રક ભરી શકાશે.
આ પણ વાંચો…અમદાવાદ – સાયબર કાફેમાં નિયત નિયમો પાલન કરવા આદેશ
સહમતિ પત્રકના આધારે બેઠક વ્યવસ્થા, કેન્દ્ર સહિતની વ્યવસ્થા કરાશે
જણાવી દઈએ કે, આ સહમતિ પત્રક ભરનાર ઉમેદવારને જ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. મહત્વનું છે કે, સહમતિ પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ ધ્યાને આવશે કે 17 લાખમાંથી કેટલા ઉમેદવાર તલાટીની પરીક્ષા આપવા માટે તૈયાર છે. આ સહમતિ પત્રકના આધારે જ ઉમેદવારની બેઠક વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.