Gandhinagar, EL News
ગુજરાતના ખેડૂતો અને લોકો હાલ કમોસમી વરસાદનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની ઋતુમાં પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગની મહત્ત્વની આગાહી સામે આવી છે. માહિતી મુજબ, હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.
આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, મહિસાગર, પાટણ, પંચમહાલ, અમરેલી, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો કે, ગાંધીનગર અને અમદાવાદમાં આજે સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું છે. જ્યારે બપોરના સમયે બફારાથી લોકો અકડાઈ ગયા છે.
સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ
આ પણ વાંચો… Skin Care: આ રીતે ચહેરા પર તમાલપત્રનો ઉપયોગ કરો,
દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે 40-50 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જણાવી દઈએ કે, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે આાગામી બે દિવસ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, મોરબીમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અગાઉ પણ મે મહિનાની અંતે ગાંધીનગર અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. માત્ર 2થી 4 કલાકના વરસાદમાં 3-4 ઇંચ પાણી ભરાયા હતા. જ્યારે કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજ્યમાં માવઠાની અસરે ખેડૂતોના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે.