Gandhinagar, EL News
સીએમ ભૂપેન્દ્ર પટેલે રોડ રસ્તાના કામો માટે ઢીલાશ ન રાખવા માટે સલાહ અધિકારીઓને આપી છે. સીએમએ એક કાર્યક્રમમાં અધિકારીઓને ટકરો કરી હતી. રસ્તાના કામોમાં ઢીલાશ ન રાખવા સીએમએ સલાહ આપી હતી. આ સાથે એ પણ કહ્યું હતું કે, તમે જે પણ કામ કરો છો એ તમારા કામના ફોટો દિલ્હી સુધી પહોંચે છે. તમે કેવું કામ કરો છો, ક્યાં કચાસ રહે છે તેના ફોટો પીએમ સુધી પહોંચે છે.
રસ્તા પર ખાડાથી તેની બૂમો પણ પડશે. તેમ પણ તેમણે અધિકારીઓને એક ટકોર કરતા કહ્યું હતું. રસ્તાના કામો વ્યવસ્થિત થવા જોઈએ. રસ્તા પર મુશ્કેલી સર્જાય તો તરત જ તેનો નિકાલ કરવો. આપણે રોડ રસ્તા છેક ગ્રામ સ્તર સુધી બનાવ્યા છે. હવે ખાડો પડ્યો તો એ તમારે તૈયારી રાખવી પડશે અને ખાડા પુરીને રોડ સારા બનાવવા પડશે. તમારી જે કાર્ય દક્ષતા છે. જે પણ કામ કરો તેની ક્વોલિટી સારી હોવી જોઈએ. હવે તમારા ફોટો પાડીને ક્યાં સુધી મોકલવા તેની કોઈ સમસ્યા રહી જ નથી. તમે કયું કામ કેવી રીતે કરો છો એ બધા જ મેસેજ દિલ્હી સુધી પહોંચે છે. તેમ સીએમએ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો…AMC શારદાબેન હોસ્પિટલમાં ખોરાકમાં મુદ્દે તપાસ કરી રહી છે
રોજ રસ્તા શહેરી વિકાસના કામોના મામલે અગાઉ સીએમઓ તરફથી એક્શન લેવાતા અધિકારીઓની બદલીઓ પણ થઈ છે ત્યારે ચોમાસા દરમિયાન રોડ રસ્તાઓ જલદી તૂટી જતા હોય છે. ખાડાઓ વધુ પડી જતા હોય છે ત્યારે આ સ્થિતિ સર્જાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવામાં સીએમએ અધિકારીઓને આ મામલે ટકોર કરી હતી.