Gandhinagar, EL News
સીએમની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વરસાદની સ્થિતિ, વાવાઝોડાની નુકસાની સામે સર્વે, શાળા પ્રવેશોત્સવ બાદ શિક્ષણની કામગિરી પર ઉઠેલા સવાલો સહીતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે દર સપ્તાહમાં બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વિવિધ એક પછી એક એમ વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
બાયાગતી પાકોના નુકસાનીમાં સહાય સબંધ ચૂકવણી, શાળા પ્રવેશોત્સવ દરમિયાન ખાસ કરીને ટ્રાઈબ વિસ્તારના બાળકોમાં જોવા મળેલી ત્રુટીઓ, ખરીફ વાવેવતર, વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની તૈયારીઓને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસું સિઝન દરમિયાન સાવચેતી જળવાઈ રહે તે બાબતે સમીક્ષા કરાઈ હતી.
ખાસ કરીને બિપોરજોય વાવાઝોડા બાદ ખેતી અને તેમાં પણ ખાસ કરીને બાગાયતી પાકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. કચ્છનું પ્રતિનિધી મંડળ આજે સીએમને મળ્યું છે. જે પ્રકારે કચ્છની અંદર તારાજી થઈ હતી ત્યારે કેશડોલની સહીતની સહાય સરાહની છે પરંતુ બાગાયતી ખેતીમાં ખારેકની ખેતીને લઈને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો… મેડિકલ ચેકઅપ માટે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ગયા અને ખેલ ખલાસ.
5 જુલાઈ સુધી બાગાયતી પાકનો કેટલું નુકસાન થયું છે તે અંગેનો સર્વે પૂર્ણ કર્યા બાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. વાવાઝોડામાં લગભગ 5 લાખ જેટલા ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. ખારેકની ખેતીને વધુ નુકસાન થતા તેમાં વધુ ચૂકવણીની કચ્છમાં આશા છે. આ ઉપરાંત વિધાનસભાના ઈ બજેટને લઈને સમીક્ષા કરાઈ હતી. આ સિવાય ઔદ્યોગિક ક્ષેત્રમાં કઈ કામગિરી થઈ શકે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.