25.9 C
Gujarat
December 22, 2024
EL News

ગાંધીનગર – આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ

Share
Gandhinagar, EL News:

આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ધ્યાન રાખી ચર્ચા કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને આવનાર જી-20ની તૈયારીઓ, બજેટ, વ્યાજખોરી સામે શું પગલા લેવા એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરાશે.

Measurline Architects

દર વખતે સપ્તાહમાં બુઘવારે સ્વર્ણિમ સંકુલ 1, સચિવાયલ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાય છે. જેમાં તમામ મંત્રીઓ અને અધિકારીઓ તેમના વિભાગના બેઠકમાં જોડાય છે. ત્યારે વિશેષ ચર્ચા સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કર્યા બાદ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. ત્યારે આજે પણ રાજ્ય કક્ષાના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ પણ વાંચો…સેન્સેક્સ ક્લોઝિંગ બેલ: શેરબજારમાં સતત ઘટાડો

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં G-20 બેઠકને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત બેઠકમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશનનો વધુ જથ્થો પહોંચાડવાની કવાયત, રાજ્યમાં કૃષિ વાવેતર તેમજ વ્યાજખોરો સામે ચાલી રહેલી મુહિમ અને રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને ગઈકાલે જ ગૃહમંત્રીએ આ મામલે ઉચ્ચસ્તરીય અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. જેથી અત્યારે આ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે.

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે ત્રસ્ત લોકો સામે ગૃહવિભાગ એલર્ટ 
વ્યાજખોરોના ત્રાસની ઘટના અવારનવાર સામે આવી રહી છે જેના કારણે માનસિક ત્રાસ અનુભવતા લોકો  ક્યારેક આત્મહત્યાનું પગલું પણ ભરે છે. બેફામ બનેલા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે રાજ્ય ગૃહવિભાગ પણ એલર્ટ મોડમાં છે.  વ્યાજખોરો સામે લોકદરબાર યોજી શહેરના સેટેલાઇટ, ઇસનપુર, ઓઢવ, ચાંદખેડામાં ડ્રાઇવ દરમિયાન 53 નવી અરજીઓ મળી છે. આ દરમિયાન પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે આ મામલે આરોપીઓ સામે પગલા પણ લેવામાં આવશે. હજુ પણ વ્યાજખોરનો ભોગ બનેલા લોકો આગળ આવે તેવી પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. ત્યારે આ મામલેટ વિશેષ સમીક્ષા બેઠકમાં કરાશે.

 

 

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ – આત્મીય યુનિવર્સિટીના સંચાલક સામે છેતરપિંડીનો કેસ

elnews

અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન માટે 1700 કરોડના હસ્તાક્ષર

elnews

રાજકોટમાં ધોળે દિવસે ડોક્ટરના ઘરમાં થઈ ચોરી

elnews

Leave a Comment

error: Content is protected !!