Gandinagar, EL News
પતિ બીમાર હોવાથી તેની સારવાર અર્થે પતિના મિત્ર પાસેથી લીધેલા રૂ. 80 હજારની અવેજીમાં આપેલો ચેક રિટર્ન થતા પાડોશીએ ફરિયાદ કરી હતી. આ મામલે કેસ ચાલી જતા ગાંધીનગરના સાતમા એડિશનલ સિનિયર સિવિલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે અમદાવાદની મહિલાને તકસીરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી હરવિન્દ્રકોર તગ્ગડ હરભાનસિંહના પતિ અને સાબરમતી ગ્રીનવિલા ફ્લેટમાં રહેતા શિવકુમાર જમનાપ્રસાદ વર્મા વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. દરમિયાન હરવિન્દ્રકોરના પતિ બીમાર થતા સારવાર માટે હરવિન્દ્ર કોરે શિવકુમાર પાસેથી હાથ ઉછીના 80 હજાર રૂપિયા લીધા હતા. સાથે જ ત્રણ મહિનામાં પૈસા પરત કરવાનો વાયદો પણ કર્યો હતો. જોકે વાયદા મુજબનો સમય પૂર્ણ થવા છતાં હરવિન્દ્રકોરે પૈસા પરત કર્યા નહોતા.
આ પણ વાંચો… સુરત: હાર્ટ એટેકથી વધુ એક મોત,
આથી શિવકુમારે વારંવાર ઉઘરાણી કરતા હરવિન્દ્રકોરે રૂ. 80 હજારનો એક ચેક આપ્યો હતો. પરંતુ તે પર્યાપ્ત બેલેન્સ ન હોવાના કારણે બાઉન્સ થયો હતો. આથી શિવકુમારે લીગલ નોટિસ પાઠવી હતી. છતાં હરવિન્દ્રકોરે રૂપિયા પરત ન કરતા આખરે શિવકુમારે ફરિયાદ કરતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ મામલે સુનાવણી કરી ગાંધીનગરના સાતમા એડિશનલ સિનિયર સિવિલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે અમદાવાદની મહિલાને તકસીરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.