Gandhinagar, EL News
છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ થતા આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વચ્ચે ગાંધીનગરમાં આજે સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગૂંબજને પણ અસર થઈ છે.
વિધાનસભાના પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલ્યો
પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજનું પતરું ખુલી ગયું હતું. વિધાનસભાના પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલી ગયો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ હાલ જ તૈયાર થયેલા વિધાનસભા ભવનમાં આ પ્રકારની ઘટનાએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
નવા સચિવાલય સંકુલમાં બે વૃક્ષ ધરાશાયી
આ પણ વાંચો… ગ્રીન ટી બનાવતી વખતે ન કરો ભૂલો,ફાયદાના બદલે થશે હાનિ
જણાવી દઈએ કે અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી માવઠું પડી રહ્યું છે. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા વિવિધ વિસ્તારમાં વિશાળ ઝાડ પણ ધરાશાયી થયા છે. ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલમાં બે વૃક્ષ ધરાશાયી થયા હોવાની માહિતી છે. જો કે, આ વૃક્ષોને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એકાએક મીની વાવાઝોડું ફૂંકાતા ગાંધીનગરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.