30.4 C
Gujarat
November 21, 2024
EL News

ગાંધીનગર: ટી સ્ટોલ ચલાવતી દિવ્યાંગ મહિલાનો વીડિયો વાયરલ

Share
Gandhinagar, EL News

અમદાવાદના રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ ધરાવીને ગુજરાન ચલાવતી એક દિવ્યાંગ મહિલાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મહિલા ગાંધીનગર વિધાનસભા ખાતે પોતાની રજૂઆત કરવા ગઈ હતી, પરંતુ વિકલાંગતાનાં કારણે શોર્ટ કપડાં પહેર્યા હોવાથી મહિલાને વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. વાયરલ વીડિયોમાં મહિલા પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ સાથે આક્ષેપ કરે છે કે કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીઓ દ્વારા તેને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.

Measurline Architects

બાપુનગરની નેહા ભટ્ટે અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ હાલમાં તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર સામે ફૂટપાથ પર ચાનો સ્ટોલ શરૂ કર્યો છે. પરંતુ કોર્પોરેશનની દબાણ શાખાના કેટલાક અધિકારીઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે. નેહા ભટ્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ગાંધીનગર વિધાનસભા બહાર પોલીસ અધિકારી સમક્ષ રડતા રડતા પોતાની આપવીતી જણાવી રહી છે. વીડિયોમાં નેહા ભટ્ટ કહે છે કે, વિકલાંગ દીકરીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહી છે. મને પ્રેમથી કહ્યું હોત કે બેન આજે સીએમ સાહેબ આવવાના છે તમે અહીંથી જતા રહો તો હું જતી રહી હતો. પરંતુ અધિકારી કહે છે કે આને નાખો ગાડીમાં એટલે હું શું હું કચરો છું.

આ પણ વાંચો…વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ એવોર્ડ્સ-2023નું આયોજન

‘હું ડ્રિપેશનમાં આવીને આત્મહત્યા ન કરૂને એટલે હું અહીં આ વ્યવસાય કરૂ છું’

નેહા ભટ્ટે કહે છે કે, હું ગરીબ છું એટલે મહેનત કરૂ છું ચોરી નથી કરતી, ભીખ નથી માગતી. રોજના હજારો લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે. હું ડ્રિપેશનમાં આવીને આત્મહત્યા ન કરૂને એટલે હું અહીં આ વ્યવસાય કરૂ છું. તેમણે આક્ષેપ લગાવતા કહ્યું કે, મારી પાસે બે મહિનાનું રેકોર્ડિંગ છે. હપ્તો આપીને લોકો લારીઓ ઊભી રાખે છે, ગઈકાલે તેમનો માણસ આવ્યો હતો અને કહ્યું હતું કે, કાલે AMC વારા આવવાના છે એટલે લારીઓ ન રાખતા, જેથી આજે એક પણ લારીવારા આવ્યાં નથી. રોજ અહિં લારીઓ ઊભી હોય છે. હું વિક્લાંગ છું મને હેરાન કરવામાં આવે છે. નેહા ભટ્ટે આગળ કહ્યું કે, અમદાવાદમાં આટલી બધી લારીઓ ચાલે છે, એ કોઈને નથી હટાવતા, પરંતુ દરરોજ મને હેરાન કરો છો. પ્રેમથી કહ્યું હોત તો હું જતી રહી હોત.

‘આખી વિક્લાંગ કોમ્યુનિટી સેફ્ટી માટે શોર્ટ કપડા જ પહેરે છે’

તેમણે પોલીસ અધિકારીને વધુમાં કહ્યું કે, તમે બીજા દિવસ અહીં આવશો તો તમને અન્ય ઘણી લારી જોવા મળશે. આખા દેશમાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન ચાલે છે, પરંતુ અહીં એક દિવ્યાંગ દીકરીને હેરાન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, હું એક નેતાને મળવા વિધાનસભા આવી હતી. પરંતુ, વિકલાંગ હોવાના કારણે હું ફુલ કપડા પહેરી નથી શકતી. એટલે શોર્ટ કપડા પહેરું છું. પરંતુ, શોર્ટ કપડાના કારણે ગેટમાંથી મને એન્ટ્રી આપવામાં આવી નથી. અમારી આખી વિક્લાંગ કોમ્યુનિટી સેફ્ટી માટે શોર્ટ કપડા જ પહેરે છે. કારણ કે ફૂલ લેંથ કપડાથી પડી જવાનો ડર હોય છે. જોકે સોશિયલ મીડિયા પર દિવ્યાંગ મહિલાનો આ વીડિયો વાયરલ થતા લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

S.S.G હોસ્પીટલમાં ૯.૩૮ કરોડના અત્યાધુનિક M.R.I મશીનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

elnews

ATGL સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનમાં ₹. 15,000 કરોડનું રોકાણ કરશે

elnews

CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી

elnews

Leave a Comment

error: Content is protected !!