27.3 C
Gujarat
March 3, 2025
EL News

ગાંધીભુમિ યોગમય: દરિયાકિનારે 4000 લોકોએ કયા યોગાસન

Share
Porbandar , EL News
પોરબંદરની ચોપા
ટી ખાતે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, દરિયાકિનારા નજીક ૩૦૦૦ થી વધુ લોકોએ એકી સાથે યોગાસન કર્યા હતા.ઉપરાંત દિવ્યાંગોએ પણ વિવિઘ યોગાસન કરી નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી, વિશ્વ યોગ દિવસે પોરબંદરના સાંસદ,જિલ્લા કલેકટર,પુર્વ ધારાસભ્ય સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા
PANCHI Beauty Studio
આજે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે સમગ્ર ભારતભર ઠેર ઠેર ઊજવણી કરવામાં આવી રહી છે.પ્રાચીન સમયથી જ યોગનું અનેરું મહત્ત્વ રહ્યું છે. મનુષ્યના જીવનમાં ભાવાત્મક સંતુલતા જાળવવા માટે યોગએ ઉત્તમ માધ્યમ છે. આપણી સંસ્કૃતિમાં “પહેલું સુખ તે જાતે નર્યા” એમ કહેવાય છે. આજના તનાવ ભર્યા યુગમાં લોકો અનેક પ્રકારના તનાવમાં રહે છે. તેમજ અનેક પ્રકારની બિમારીઓથી પીડાય છે. ત્યારે યોગ આ બિમારીઓને દુર કરવામાં મદદ કરે છે.
તેમજ બાળકોની ઊંચાઈ વધારવા, રોગપ્રતિકારક શક્તિ, ચંચળતા, યાદશક્તિ, માનસિક રોગ જેવી અનેક બિમારીઓથી છુટકારો અપાવે છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ ભારત દેશ દ્વારા આપવામાં આવી છે. ત્યારે દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનનાં દિવસે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
આજે પોરબંદરના ઐતિહસિક હજુર પેલેસ નજીક ચોપાટી દરિયા કિનારા નજીક જિલ્લા કક્ષાનો કાર્યકમ યોજાયો હતો,જેમાં ૩૦૦૦ થી વધુ લોકોએ એકી સાથે યોગાસન કરી ઉજવણી કરી હતી,પોરબંદરના દિવ્યાંગો પણ વિશ્વ યોગ દિવસના કાર્યકમમાં જોડાયને અન્ય લોકોને પ્રેરણા આપી હતી,આ કાર્યકમ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક,પોરબંદર જિલ્લા કલેકટર કેડી લાખાણી,પોરબંદરના પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

NARMADA: નિકોરા બેટ પર પાણી ફરી વળતા 100 લોકો સલવાયા.

elnews

રાજકોટમાં બાળકો માટે નિ:શુલ્ક ‘યોગ સમર કેમ્પ’ યોજાશે

elnews

આજે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

cradmin

Leave a Comment

error: Content is protected !!