28.7 C
Gujarat
December 22, 2024
EL News

રાજકોટમાં બાળકો માટે નિ:શુલ્ક ‘યોગ સમર કેમ્પ’ યોજાશે

Share
 Rajkot, EL News
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બાળકોમાં શારીરિક તથા માનસિક તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વખત નિ:શુલ્ક ‘સમર યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.
Measurline Architects
તા. ૨૧ થી ૩૦ મે, ૨૦૨૩ દરમિયાન યોજાનારા આ કેમ્પમાં ૯ થી ૧૫ વર્ષની વયના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. જે અન્વયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં છ સ્થળોએ વિનામૂલ્યે ‘સમર યોગ કેમ્પ’ યોજાશે. રાજકોટમાં પુનિતનગર સોસાયટીમાં સંતશ્રી પુનિત મહારાજ પ્રાથમિક શાળા ખાતે આયોજિત ‘સમર યોગ કેમ્પ’માં જોડાવા યોગ કોચશ્રી ડૉ. કલ્પેશભાઈ પાડલીયાનો મો.નં. ૮૩૨૦૬ ૧૮૧૭૧ પર સંપર્ક કરવાનો રહેશે. ડો. યાજ્ઞિક રોડ પર ૧૬, જાગનાથ પ્લોટમાં શિવશક્તિ ડેરીની બાજુમાં ૧૦૧, શ્યામ એપાર્ટમેન્ટ ખાતે કેમ્પમાં ભાગ લેવા યોગ ટ્રેનર્સશ્રી પ્રીતિબેન રાજપોપટનો મો.નં. ૯૫૮૬૨ ૧૭૮૩૨ અથવા પારુલબેન મહેતાનો મો.નં. ૯૩૨૭૬ ૮૦૮૦૦ પર સંપર્ક કરવાનો રહેશે.
કોઠારીયા રોડ પર નવા સુભાષનગર-૨માં રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેમ્પમાં જોડાવા યોગ ટ્રેનરશ્રી તૃષાબેન જીવરાજાનીનો મો.નં. ૮૩૨૦૬ ૬૩૯૫૭ પર સંપર્ક કરવાનો રહેશે. વધુમાં, પોલીસ હેડ ક્વાર્ટર રોડ પર રિવેરા હાઉસની બાજુમાં અંબિકા ટાઉનશીપમાં મોદી સ્કુલ ખાતે કેમ્પમાં ભાગ લેવા યોગ ટ્રેનર્સશ્રી કિંજલબેન ઘેટિયાનો મો.નં. ૯૯૨૪૦ ૪૯૧૭૨ અથવા ભાવનાબેન ગામીનો મો.નં. ૯૪૨૮૭ ૨૫૮૪૮ પર સંપર્ક કરવાનો રહેશે. કેનાલ રોડ પર દુલાભગત મંદિર ખાતે યોગ ટ્રેનરશ્રી ચેતનાબેન ચુડાસમાનો મો.નં. ૮૯૮૦૨ ૨૭૪૧૭નો સંપર્ક કરવાનો રહેશે. કોઠારીયા મેઈન રોડ પર ખોખડદળ નજીક રીવરસાઈડ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે કેમ્પમાં ભાગ લેવા યોગ ટ્રેનરશ્રી હરેશભાઈ સોયાનો મો.નં. ૭૪૦૫૫ ૬૮૯૧૯નો સંપર્ક કરવાનો રહેશે. ઉપરોકત છ સ્થળો ખાતે ‘ યોગ સમર કેમ્પ’માં જોડાવા ઈચ્છુકોએ ઉક્ત મોબાઈલ નંબર પર જે-તે યોગ ટ્રેનરનો સંપર્ક કરી નોંધણી કરાવવાની રહેશે. વધુ વિગત માટે www.gsyb.inની મુલાકાત લઇ શકાશે, તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વરસાદી સીઝનમાં થયેલ નુકશાનમાં ત્રણ લાભાર્થીઓને સહાયના ચેક અપાયાં..

elnews

અમદાવાદ – નવરંગપુરા, વસ્ત્રાપુર વિસ્તારમાં વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઈ

elnews

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠક મળી,

elnews

Leave a Comment

error: Content is protected !!