Rajkot :
આગામી બુધવારે રાજકોટ સિટી બસ અને બી. આર. ટી. એસ.માં મહિલાઓ તથા સ્ત્રીઓને મફત મુસાફરી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મનપા દ્વારા રાજકોટની તામામ બહેનો માટે સીટી બસમાં અને બી. આર. ટી. એસ.માં મફત મુસાફરી કરી શકશે.
આ વર્ષે પણ બુધવારે ભાઈબીજ નિમિતે રાજકોટની દરેક સ્ત્રી તથા મહિલાઓ રાજકોટ સિટી બસ અને બી. આર. ટી. એસ બસમાં મફત મુસાફરીનો લાભ ઉઠાવી શકશે. જ્યારે પુરુષોને નિયમિત પણે ટિકિટના પૈસા ચૂકવવા પડશે. દર વર્ષે રાજકોટ મનપા ભાઈબીજ નિમિતે બહેનો માટે મફત મુસાફરી રાખે છે ત્યારે આ વર્ષે પણ બહેનો-મહિલાઓ માટે રાજકોટ સીટી બસ અને બી. આર. ટી. એસ. બસમાં મુસાફરી મફત રાખવામાં આવી છે.
આ પણ વાંચો…હેલ્થ ટીપ્સઃ આ વસ્તુ પેટની સમસ્યા દૂર કરશે
આગામી બુધવારે “ભાઇબીજ” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસમાં માત્ર મહિલાઓ-સ્ત્રીઓ મફતમાં મુસાફરી કરી શકાશે.જ્યારે ભાઇઓ-પુરૂષ મુસાફરોએ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુનિ.. કમિશનર અમિત અરોરા તરફથી જાહેરાત કરવામાં આવેલ છે. તેમજ બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.