Business , EL News
માહિતી અનુસાર, 1 થી 24 ફેબ્રુઆરી દરમિયાન FPIsએ ભારતીય શેરોમાંથી રૂ. 2,313 કરોડની ચોખ્ખી રકમ ઉપાડી લીધી છે. FPIs એ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 2,819 કરોડનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીના ડેટા પરથી આ માહિતી મળી છે.
વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી 2,313 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જોકે, જાન્યુઆરીની સરખામણીમાં FPIના વેચાણની ગતિ ધીમી પડી છે. તે સમયે વિદેશી ઇન્વેસ્ટર્સએ શેરબજારમાંથી રૂ. 28,852 કરોડ ઉપાડી લીધા હતા. ડિપોઝિટરીઝના ડેટા પરથી આ માહિતી મળી છે. અગાઉ ડિસેમ્બરમાં, FPIsએ સ્ટોક્સમાં રૂ. 11,119 કરોડ અને નવેમ્બરમાં રૂ. 36,238 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો…અમદાવાદમાં 11 મહિનામાં રખડતા પશુ મામલે 782 FIR દાખલ
શું છે નિષ્ણાતોનો અભિપ્રાય
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે યુએસમાં વધતા દરને કારણે ભારત સહિત અન્ય ઊભરતાં બજારોમાંથી મૂડીનો પ્રવાહ વધી શકે છે. માહિતી અનુસાર, 1 થી 24 ફેબ્રુઆરી દરમિયાન FPIsએ ભારતીય શેરોમાંથી રૂ. 2,313 કરોડની ચોખ્ખી રકમ ઉપાડી લીધી છે. FPIs એ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 2,819 કરોડનું રોકાણ કર્યું છે.
હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટોર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “FPIs એ FOMC મીટિંગની મિનિટ્સ અને યુ.એસ.માં નિરાશાજનક આર્થિક ડેટાના પ્રકાશન પહેલાં સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. ફુગાવામાં ઘટાડાની ધીમી ગતિને કારણે, યુએસ સેન્ટ્રલ બેંક લાંબા સમય સુધી વ્યાજદરમાં વધારો કરે તેવી અપેક્ષા છે.