Panchmahal:
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા વનરક્ષક કર્મચારીઓ ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના નેજા હેઠળ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વનવિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક તેમજ વનપાલઓના ગ્રેડ પે માં વધારો કરવા તેમજ રજા પગાર આપવા તેમજ ભરતી અને બઢતીનો રેસિયો ૧:૩ કરી આપવા તેમજ અન્ય મુદ્દાઓ બાબતે ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.
તેમજ ભુતકાળમાં પણ ઘણા બધા પત્રો દ્વારા અમારી માંગણીઓની રજૂઆતો ડિપાર્ટમેન્ટને તેમજ સરકારમાં આપવામાં આવી છે.
આ પણ વાંચો..અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે સામૂહિક આપધાત
તાજેતરમાં પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના ભથ્થામાં વધારો થતા અને વન વિભાગના વનરક્ષકોની માંગણીઓ બાબતે સરકારમાંથી હકારાત્મક નિર્ણય ન લેવામાં આવતા સમગ્ર ગુજરાતના વનરક્ષકો/વનપાલ દ્વારા ગ્રેડ પે/રજા પગાર/ભરતી અને બઢતીનો રેસિયો ૧:૩ કરવા બાબતે ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા અગાઉ અચોક્કસ હડતાળ પર ઉતરવાનું જણાવ્યું હતું.
પરંતુ એમને મુદત મળતા હડતાળ પર જવાનો નિર્ણય સ્થગિત રાખ્યો હતો, તેમજ અમારી માંગણીઓ બાબતે તા.૦૫/૦૯/૨૦૨૨ સુધીમાં હકારાત્મક નિર્ણય ન આવે તો અમો તા.૦૬/૦૯/૨૦૨૨ થી સમગ્ર ગુજરાતના વનરક્ષક/વનપાલ અચોક્કસ મુદ્દતની રજા ઉપર ઉતરી જવા માટે જણાવ્યું હતું, જે અંતર્ગત આજે પંચમહાલ જિલ્લામાં પણ વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.