વાસ્તુદોષ :
ઘર જીવનમાં એક જ વખત બનતું હોય છે. એક વખત ઘર બની ગયા પછી તેમાં તોડફોડ કરવી ઘણી અઘરી હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં દરેક દિશાનું એક ખાસ મહત્વ હોય છે. ઘરમાં દરેક વસ્તુ અમુક દિશામાં જ હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરની રચના હોય તો તમારા જીવનમાં સુખ શાંતિ રહે છે. ઘરમાં અમુક કારણસર વાસ્તુ દોષ થઈ જતો હોય છે. આના કારણે તમારા ઘરમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
વાસ્તુદોષને દૂર કરવા માટે અમુક ઉપાયો હોય છે. જો તમે તમારા ઘરમાં આ ઉપાય કરો તો તમે વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. આ સિવાય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
આ પણ વાંચો… નવરાત્રિમાં અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ
ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે મુખ્ય દરવાજા ઉપર સિંદૂરથી એક સ્વસ્તિક નું નિશાન બનાવવું જોઈએ. આ નિશાન નવ આંગળ લાંબુ અને નવ આંગળ પહોળું હોવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સિવાય તમે ઘરમાં મુખ્ય દ્વાર પર એક ઘોડાની નાળ લગાવી શકો છો. ઘોડાની નાળનું ખૂબ મહત્વ હોય છે. આના માટે ઘોડાની આખી નાળને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવી જોઈએ. જો તમારું રસોઈ ઘર આગ્નેય ખૂણામાં ન હોય તો ત્યાં એક બલ્બ લગાવી દેવો જોઈએ. દરરોજ આ બલ્બને સળગાવવો જોઈએ. આનાથી રસોડાનું વાસ્તુદોષ દૂર થાય છે.
દોસ્તો, જો તમને અમારી આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો અને શેર જરૂર કરો.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews