16.4 C
Gujarat
December 22, 2024
EL News

અમદાવાદમાં ચૂંટણી પહેલા દરેક પાર્ટીનું પહેલું ફોકસ, કેટલા નવા નોંધાયા મતદારો

Share
Ahmedabad :

અમદાવાદમાં દરેક પાર્ટીનું પહેલું ફોકસ હોય છે. કેમ કે, ગુજરાતનું કેન્દ્રનું આ સ્થળ છે અને અહીંથી કરેલો આગઝ અને પડઘો પુરા રાજ્યમાં પડતો હોય છે. આ ઉપરાંત શહેરમાં વધુ સીટો હોવાથી દરેક પાર્ટી તેના પર પહેલા ફોકસ કરે છે. આ ઉપરાંત મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. આખરી પ્રસિદ્ધ થઈ છે તેમાં કુલ 59.93 લાખ મતદારો નોંધાયા છે. માત્ર બે મહિનામાં જ 74,372 મતદારો નોંધવામાં આવ્યા છે. આટલું મોટું મતદાન થતું હોવાથી દરેક પાર્ટીઓનું ફોકસ અમદાવાદ શહેક અને જિલ્લો પહેલા રહે છે.

PANCHI Beauty Studio
Advertisement

ખાસ કરીને મહિલા મતદારો અને પુરુષ મતદારોમાં વધુ ફર્ક નથી. 30,81,680 પુરુષ મતદારો, 28,36,796 સ્ત્રી મતદારો છે. 18 અને 19 વર્ષના નવા મતદારો જે નોંધાયા છે તેમાં 21,317 પુરુષ મતદારો, 13481 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

ખાસ કરીને અમદાવાદમાં પૂર્વથી લઈને પશ્ચિમ સુધીમાં વિધાનસભા ક્ષેત્રે પણ પહેલાથી ચર્ચામાં રહ્યું છે કેમ કે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી અમદાવાદની બેઠકમાંથી ઉભા રહેતા હતા. અમિત શાહ નારણપુરાથી તેમજ નરેન્દ્ર મોદી મણિનગરની સીટ પરથી ચૂંટણી લડતા હતા. અત્યારે પણ સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિધાનસભા ક્ષેત્રની અદંર અમદાવાદ આવે છે. વિધાનસભાની ચૂંટણીની શરુઆતનું રણશિંગુ અમદાવાદથી જ દરેક પાર્ટીઓએ કર્યું છે. આમ અમદાવાદ વિધાનસભાની ચૂંટણી પહેલા હંમેશા ધ્યાનાકર્ષક રહે છે.

આ પણ વાંચો… દાળ મખનીની પંજાબી રેસીપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માર્ચ મહિનાથી ચૂંટણી પ્રતારના શ્રી ગણેશ મોટો રોડ શો કરીને અમદાવાદથી જ કર્યા હતા આ ઉપરાંત આપ અને કોંગ્રેસ દ્વારા પણ રેલી અને સભા થકી શરુઆત કરાઈ હતી.

આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે પણ મોટી બેઠક ચૂંટણીલક્ષી સમીક્ષાને લઈને સૌ પ્રથમ અમદાવાદમાં તમામ એસપી અને કલેક્ટર સાથે આયોજિત કરી હતી. અમદાવાદમાં પણ પૂર્વ તેમજ અન્ય ઝોન અને  વિસ્તારમાં કેટલાક સેન્સેટીવ બૂથ પણ છે જેથી આ બૂથો પર પણ ફોકસ કરવામાં આવે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: રીક્ષા ચાલકની હેવાનિયત, 8 વર્ષની બાળકીનું અપહરણ કરી કર્યું ગંદું કામ

elnews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

elnews

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યા છે

elnews

Leave a Comment

error: Content is protected !!