Business, EL News
Online Gaming GST: નાણા મંત્રાલય તરફથી ઓનલાઈન ગેમિંગને લઈને ખાસ સમાચાર આવી રહ્યા છે. નાણા મંત્રાલય ઓનલાઈન ગેમિંગને કૌશલ્ય અને નસીબની રમતની શ્રેણીઓમાં વર્ગીકૃત કરવા અને વિવિધ દરો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલવાનું વિચારી રહ્યું છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. આવી ઓનલાઈન ગેમ્સ કે જેમાં જીત કે હારનો નિર્ણય ચોક્કસ પરિણામ પર આધાર રાખે છે અથવા તે સટ્ટાબાજી કે જુગારની પ્રકૃતિમાં હોય છે, ત્યાં 28 ટકાના દરે GST વસૂલવામાં આવશે.
મે મહિનામાં થશે બેઠક
આપને જણાવી દઈએ કે, કૌશલ્યની ઓનલાઈન ગેમ્સ પર 18 ટકાથી ઓછો ટેક્સ લાગી શકે છે. GST કાઉન્સિલ દ્વારા મે અથવા જૂનમાં યોજાનારી તેની આગામી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ પર કરવેરા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ઓનલાઈન ગેમ નસીબ પર આધારિત નથી
અધિકારીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ ઓનલાઈન ગેમ્સ નસીબ પર આધારિત નથી અથવા તે સટ્ટાબાજી કે જુગારની પ્રકૃતિમાં નથી. નાણા મંત્રાલય કાઉન્સિલ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરશે. તેમણે જણાવ્યું હતું કે, કૌશલ્ય આધારિત અને નસીબ આધારિત રમતો વચ્ચે તફાવત કરવો પડશે.
આ પણ વાંચો…મસાલેદાર ટામેટા ચાટ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, જાણો રેસિપી
18 ટકા લાગે છે જીએસટી
હાલમાં ઓનલાઈન ગેમિંગ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. આ ટેક્સ ઓનલાઈન ગેમિંગ પોર્ટલ દ્વારા લેવામાં આવતી કુલ ફી પર વસૂલવામાં આવે છે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાના નેતૃત્વ હેઠળના પ્રધાનોના જૂથે ગયા વર્ષે ડિસેમ્બરમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણને ઓનલાઇન ગેમિંગ પર જીએસટી પર એક અહેવાલ સુપરત કર્યો હતો. જો કે, આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલે લેવાનો રહેશે.
પહેલાં મળી રહી હતી આ જાણકારી
આપને જણાવી દઈએ કે, કેસિનો, હોર્સ રેસિંગ, ઓનલાઈન ગેમિંગ અને લોટરી પર 28 ટકા ટેક્સ લગાવવાના નિર્ણયને મુલતવી રાખવાનો મુદ્દો એ કારણ આપવામાં આવ્યો હતો કે સંબંધિત પક્ષો સાથે વધુ ચર્ચા કરવાની જરૂર છે. સીતારમણે જણાવ્યું હતું કે, મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની આગેવાની હેઠળના પ્રધાનોના જૂથ (GoM)ને મૂલ્યાંકન પ્રણાલી પર હિતધારકોની રજૂઆત પર ફરીથી વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે.