Ahmedabad, EL News:
અમદાવાદ એ૨પોર્ટ ૫૨ બર્ડહિટની ઘટનાઓ પર નિયંત્રણ માટે ફેરોઝ લાઇટ ટ્રેપ સિસ્ટમ (FTL) ગોઠવાઈ છે. રન-વે આસપાસ નીકળતા નાના જીવજંતુઓ તેમાં ફસાઈ જાય છે. આ ટેકનોલોજીથી બર્ડહિટની ઘટના અંકુશમાં આવશે. ટેક-ઓફમાં પક્ષીઓ નડતરરૂપ ન બને માટે ફેરોઝ લાઇટ પક્ષીઓની હિલચાલ અટકાવવા મદદરૂપ બને છે.
આ પણ વાંચો…રાજકોટનાં રહેવાસી પરિવારને નળ્યો અકસ્માત
આ સિસ્ટમની જાળમાં ક્રિકેટ્સ, પેન્ટાટોમિડ બગ્સ, મોથ્સ, સિફિંડ ફ્લાય્સ અને ઇયરવિગ્સ જેવા જંતુઓ ફસાઈ જાય છે, જેથી તેમના પર નભતા પક્ષીઓને ખોરાક મળતો અટકે છે. આમ રન-વે ની આસપાસ વેરોઝી સ્ટાર્ટિંગ્સ, માયનાસ, સ્વેલો અને સ્વિફ્ટ્સ જેવા વિવિધ પ્રજાતિના પક્ષીઓની હિલચાલને અટકાવે છે. વિવિધ જંતુઓ ઉપરાંત આ સિસ્ટમ તીતીઘોડાઓને પકડવામાં મદદરૂપ બને છે.
આ સિસ્ટમનો ઉપયોગ કરવાથી જંતુનાશક દવાનો પ્રયોગ પણ ઘટે છે. હાલમાં બર્ડ હિટ અટકાવવા લેસર ગન, ઝોન ગન અને બાયો- એકોસ્ટિક સિસ્ટમનો ઉપયોગ કરાય છે. નવી સિસ્ટમ એક રાત્રિમાં આશરે 100 કિલો જીવ જંતુ પકડી શકે છે. હાલ આંતરે દિવસે પ્લેન સાથે બર્ડ હિટ થવાની ઘટના નોંધવામાં આવી રહી છે ત્યારે મોટો અકસ્માત રોકવાના ઉદ્દેશ સાથે આ ફેરોઝ લાઈટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.