Surendranagar:
આવતી કાલથી ૨ સપ્ટેમ્બર દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે વિશ્વપ્રસિધ્ધ લોકમેળો યોજાનાર છે.
આ મેળા સંદર્ભે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૨ થી તા.૦૨/૦૯/૨૦૨૨ (બંને તારીખ સહિત) સુધી કેટલાક નિયંત્રણો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તરણેતર મેળામાં જવા માટે થાનગઢ ટાઉનમાંથી બે રૂટ હોઈ જે પૈકી એક રૂટ પર ઓવરબ્રીજ બનતો હોઈ જેથી હાલ ફકત બુધ્ધ વિહાર પાસે ધોળેશ્વર રેલ્વે ફાટકવાળો એક જ રૂટ તરણેતર જવા માટે ચાલુમાં હોઈ જ્યાં સામાન્ય દિવસોમાં પણ ટ્રાફીકની ખુબ જ મોટી સમસ્યા રહેતી હોવાથી તરણેતર મેળા દરમ્યાન થાનગઢ શહેર વિસ્તારની ટ્રાફીક વ્યવસ્થાને ધ્યાને રાખી તા.૩૦/૦૮/૨૦૨૨થી તા.૦૨/૦૯/૨૦૨૨ દરમ્યાન થાનગઢ શહેરી વિસ્તારમાં અતિભારે વાહનો તથા મોટા કન્ટેનરો જેવા વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ ઉપરાંત તરણેતર મેળામાં ગુજરાત તથા ભારતના અન્ય રાજયના માણસો અને વિદેશીઓ મળીને લાખોની સંખ્યામાં જનમેદની મેળો માણવા આવતી હોય છે.
તેમજ રાજયના મુખ્યમંત્રી તથા બીજા સુરક્ષા કેટેગરી ધરાવતા મહાનુભાવો પધારનાર હોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી તરણેતર મેળાના સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ઝોન” જાહેર કરવા ફરમાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો..સ્ત્રીઓને સાંભળે છે તો બધા પરંતુ સમજે છે કેટલા?: “ફક્ત મહિલાઓ માટે”
નોંધનીય છે કે, સુરક્ષા વ્યવસ્થાના કારણે જે સરકારી કોન્ટ્રાકટ કે અન્ય વહીવટી મંજુરી મેળવેલ ડ્રોનને આ જાહેરનામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર, ઉપેક્ષા કરનાર કે અવરોધ કરનાર વિરૂધ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.