Art & Entertainment:
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર અને દીપ વૈદ્ય છે. ફિલ્મનું નિર્દેશન અને લેખન જય બોડાસે કર્યુ છે. 19 ઓગષ્ટના રોજ રીલીઝ થયેલી ફિલ્મ અત્યારે સિનેમા ઘરોમાં ખૂબ ધૂમ મચાવી રહી છે.
“ફક્ત મહિલાઓ માટે” નામની પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે, જે
“ફક્ત મહિલાઓ માટે” નામની પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે, જે જોયા બાદ ગુજરાતી દર્શકો થીયેટરમાં જ ગરબે ઝૂમવા પર મજબૂર થઈ ગયા હતા.
જી હા, અહીં વાત થઈ રહી છે એજ ગુજરાતી ફિલ્મની કે જેની અત્યારે દરેકના મોંઢે ચર્ચા ચાલી રહી છે. “ફક્ત મહિલાઓ માટે” ફિલ્મ જોયા બાદ થીયેટરમાં જ નવરાત્રિ પહેલા ગરબાનો માહોલ છવાઈ ગયો હતો.
આ અદભૂત ફિલ્મ જોયા બાદ મહિલાઓ સાથે પુરુષો પણ પોતાની જાતને ગરમે ઘૂમવા માટે રોકી શક્યા નહોતા. બોલ મારી અંબે ગીત પર દર્શકો ગરબે ઘુમ્યા હતા.
મહિલાઓનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ નવરાત્રિમાં પણ આ ફિલ્મના જ ગીતો આયોજકોના પાર્ટીપ્લોટ અને ક્લબોમાં ગૂંજતા સાંભળવા મળશે.
Book Tickets Now
Book My Show – https://in.bookmyshow.com/movies/fakt-mahilao-maate/ET00330300
Paytm – https://paytm.com/movies/fakt-mahilao-maate-movie-detail-155188
મુખ્ય ભૂમિકામાં યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર અને દીપ વૈદ્ય છે.
“ફક્ત મહિલાઓ માટે”નું નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ હેઠળ આનંદ પંડિત અને વૈશાલ શાહે કર્યુ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર અને દીપ વૈદ્ય છે.
સ્ત્રીઓને સાંભળે છે તો બધા પરંતુ સમજે છે કેટલા?
ફિલ્મનું નિર્દેશન અને લેખન જય બોડાસે કર્યુ છે. 19 ઓગષ્ટના રોજ રીલીઝ થયેલી ફિલ્મ અત્યારે સિનેમા ઘરોમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. સ્ત્રીઓને સાંભળે છે તો બધા પરંતુ સમજે છે કેટલા? આ ટેગ લાઈન સાથેની ફિલ્મ ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ એટલી જ મહત્વની અને પોઝિટીવ મેસેજ આપનારી છે.
વિદેશોમાં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં પણ એક જ સમયે રીલીઝ કરવામાં આવી
ભારતમાં આ ફિલ્મ 300થી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ વિદેશોમાં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં પણ એક જ સમયે રીલીઝ કરવામાં આવી છે.
દર્શકોને આ ફિલ્મમાં સરપ્રાઈઝ સદીના મહાનાયકની મળી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળ્યા બાદ ખૂદ બોલિવૂડ શહેનશાહે ખૂદ આ ફિલ્મમાં અભિનય કરવાની તાલાવેલી દર્શાવી હતી. તેઓ અહમ ભાગ આ ફિલ્મમાં બન્યા છે.
અમિતાભ બચ્ચનએ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ એક્ટિંગ ડેબ્યુ પણ કર્યું
અમિતાભ બચ્ચનએ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ એક્ટિંગ ડેબ્યુ પણ કર્યું છે. એક પણ રુપિયો ફી લીધા વિના તરત જ અભિનય કરવા માટે હા પાડી દીધી હતી. જે આ ફિલ્મની મજબૂત વાર્તાને સૂચવે છે. અમિત બચ્ચેને પણ કહ્યું હતું કે, ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ આ બધા માટેની ફિલ્મ છે.
ફિલ્મે પહેલા દિવસે 1.34 કરોડ
પ્રથમ દિવસથી જ આ ફિલ્મને અદભૂત રીસ્પોન્સ મળી રહ્યો છે. ઘણા સમય પછી દર્શકોને થીયેટર સુધી ખેંચી લાવવામાં મોટી સફળતા મેળવી છે. ફિલ્મે પહેલા દિવસે 1.34 કરોડ, બીજા દિવસે 1.52 કરોડ, ત્રીજા દિવસે 1.8 કરોડ કમાણી કરી છે.
માત્ર સાત જ દિવસમાં 7 કરોડનું કલેક્શન ફિલ્મે કરી લીધું છે. આગામી વીકેન્ડમાં પણ શો બુક થઈ ગયા છે. થીયેટરોમાં દર્શકોની ભીડ આ ફિલ્મ જોવા માટે ઉમટી રહી છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક બેંચમાર્ક સાબિત થઈ છે. ગૂગલમાં આ ફિલ્મનું રેટીંગ 97 ટકા અને બુક માય શોમાં ફિલ્મનું રેટીંગ 94 ટકા છે.
આ ફિલ્મની સ્ટોરીમાં 28 વર્ષીય એક મધ્યમ વર્ગીય યવુકની વાત છે જે તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો જોવા મળે છે. તે ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે, સ્ત્રીઓને સમજવામાં મદદ કરે અને તેની આ ઈચ્છા પૂર્ણ પણ થાય છે.
બસ આ જ વાતથી ફિલ્મની વાર્તા આગળ વધે છે અને એક પછી એક અમિતાભ બચ્ચન સહીતના રોચક કલાકારો ફિલ્મની સ્ટોરીમાં જોવા મળે છે. શરુઆતથી લઈને ફિલ્મની સ્ટોરીના અંત સુધી દર્શકોને જકડી રાખે છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews