Business, EL News
Bank MCLR Rates 2023: સરકારી અને ખાનગી બેંકોમાં ખાતા ધરાવતા કરોડો ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે. જો તમારું પણ બેંક ખાતું છે તો હવે તમારે વધારે રૂપિયા ખર્ચવા પડશે. આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) અને પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) એ MCLR દરમાં વધારો કર્યો છે. આ બેંકોમાં ખાતાધારકોની ઈએમઆઈ (EMI) વધી છે. ICICI બેંકે કેટલાક ટેન્યોર માટે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જ્યારે પંજાબ નેશનલ બેંકે તમામ મુદત માટે તેના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
આઈસીઆઈસીઆઈ (ICICI Bank) એ દરોમાં કર્યો ઘટાડો
ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો, આ બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, એટલે કે ગ્રાહકોની ઈએમઆઈ (EMI) ઘટી છે. બેંકે રાતોરાત વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.35 ટકા કર્યો છે. આ સિવાય 3 મહિના માટેના દરોમાં પણ 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના દર 8.55 ટકાથી ઘટીને 8.40 ટકા થયા છે. જો ICICI બેંક 6 મહિના અને એક વર્ષના સમયગાળા માટેના વ્યાજ દરોની વાત કરીએ તો બેંકે તેમાં વધારો કર્યો છે. આમાં બેંકે 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તેમાં તમારે 8.85 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.
1 જૂનથી પીએનબીએ લાગૂ કરી નવી દરો
દેશની સરકારી બેંક PNB એ તમામ સમયગાળા માટે વ્યાજ દરોમાં વધારો કર્યો છે. PNBએ MCLR રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકના નવા વ્યાજ દર 1 જૂનથી અમલમાં આવી ગયા છે. PNBની સત્તાવાર વેબસાઇટ મુજબ, બેંકે રાતોરાત MCLR દરોમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, ત્યારબાદ વ્યાજ દર 8 થી વધીને 8.10 ટકા થઈ ગયો છે.
ક્યા સમયગાળા માટે કેટલો થઈ ગયો MCLR Rates?
આ સિવાય એક મહિના, 3 મહિના અને 6 મહિનાના દરમાં પણ વધારો થયો છે. એક મહિનાનો વ્યાજ દર 8.20 ટકા, 3 મહિનાનો વ્યાજ દર 8.30 ટકા, 6 મહિનાનો વ્યાજ દર 8.50 ટકા થયો છે. આ સિવાય એક વર્ષના MCLR રેટને વધારીને 8.60 ટકા અને 3 વર્ષના MCLR રેટને 8.90 ટકા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો… ટેન કરેલી ત્વચામાંથી ગ્લો કેવી રીતે પાછો લાવવો તે જાણો
EMI પર દેખાશે અસર
બેંક તરફથી મળેલી માહિતી મુજબ, જો આપણે અલગ-અલગ સમયગાળાના વ્યાજ દરની વાત કરીએ, તો 1 જૂનથી તમારી ઈએમઆઈ (EMI) વધી ગઈ છે. હવેથી તમારે વધુ રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, તેથી તમારી ઈએમઆઈ (EMI) ઘટી જશે.