Surat, EL News
તુર્કી અને સીરિયામાં આવેલા જબરદસ્ત ભૂકંપે તબાહી મચાવી છે. ત્યાં 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ત્યારે હવે સુરતમાં પણ શુક્રવારે મોડી રાતે લોકોએ ભૂંકપનો આંચકો અનુભવ્યો હતો. માહિતી મુજબ, સુરતમાં રાતે લગભગ 12.52 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અગાઉ સાવરકુંડલા, કચ્છમાં ભૂંકપ આવ્યો હતો
જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા રાજ્યના સાવરકુંડલા, કચ્છમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ત્યારે શુક્રવારે મોડી રાતે સુરતમાં ભૂંકપ નો 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જોકે સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. અગાઉ ચ્છના ભચાઉમાં 3.0ની તીવ્રતા સાથે ભૂંકપ આવ્યો હતો. જ્યારે તેના બીજા દિવસે ફરીવાર કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. એની તીવ્રતા પણ 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો…ઉધરસ અને શરદીને કારણે ગળું બંધ થઈ ગયું છે
જ્યારે 6 ફેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લામાં પણ લોકોએ ભૂકંપના આચકાનો અનુભવ કર્યો હતો. મીતીયાળા, સાવરકુંડલા, ખાંભા સહિતના 10થી વધુ ગામડાની ધરા ધ્રુજી ઉઠતા લોકો દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા. જણાવી દઈએ કે આ પહેલા ડિસેમ્બર મહિનામાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપ આવ્યાની ઘટના બની હતી. જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.