Ahemdabad, EL News
અમદાવાદ એરપોર્ટથી ડીઆરઆઈ દ્વારા 32 કરોડનું બ્લેક કોકેઈન ઝડપાયું છે. આ મામલે ડીઆરઆઈ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટથી બ્રાઝિલના વ્યક્તિની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે. પ્રવાસી વિઝા સાથે બ્રાઝિલથી યુવક આવ્યો હતો. તેણે આ કોકેઈન અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું અને ક્યાં પહોંચાડવાનું હતું તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ડ્રગ્સ મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. ત્યારે સરહદથી આવતા ડ્રગ્સ મામલે દરિયાઈ સીમાઓ તેમજ એરપોર્ટ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં 32 કરોડનું બ્લેક કોકેન ઝડપાયું છે.
કોકેઈન સાથે એક બ્રાઝિલિયનની ધરપકડ કરી છે. આ વ્યક્તિ બ્રાઝિલથી ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવ્યો હતો. આ મામલે ડીઆરઆઈને માહિતી મળી હતી બ્રાઝિલથી આવનાર આ શખ્સ પાસે કોકેઈન છે. ડીઆરઆઈએ તેને અટકાવ્યો અને તેની પાસેથી 3.21 કિલો બ્લેક કોકેઈન કબજે કર્યું હતું. જેની બજાર કિંમત 33 કરોડ રૂપિયા છે. બ્રાઝિલનો આ નાગરિક ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવ્યો હતો.
આ પણ વાંચો… ખુશખબર / Google Pay એપના આ ફીચરે પેમેન્ટની રીત બદલી
ગુજરાતમાં વિદેશી દારૂ અને ડ્રગ્સની દાણચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે કોકેઈન પણ પકડવામાં આવી રહ્યું છે. આ મામલે રાજ્યમાં ગૃહવિભાગ પણ એલર્ટ થઈને કામગિરી કરી રહ્યું છે. દરીયાઈ સીમા કે શહેરમાં ડ્રગ્સના કારોબારનો આમ પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.