29.2 C
Gujarat
December 21, 2024
EL News

સુપોષણને પ્રોત્સાહન આપતા ડૉ. પ્રીતિ અદાણી નર્મદાના ગ્રામીણ સ્વયંસેવકોને મળ્યા

Share
The Eloquent, Narmada:

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રિતિ અદાણીએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી જ્યાં ફાઉન્ડેશન ડેડિયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડા, સાગબારા અને નાંદોદ નામના તમામ પાંચ વહીવટી બ્લોકમાં 2018 થી ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ ભારતના 11 રાજ્યોમાં 14 CSR સાઇટ્સ ખાતે મહિલાઓ અને બાળકોમાં (0 – 5 વર્ષની વયના) કુપોષણ સામે લડવાનો છે.

Dr. Priti Adani, Narmada, The Eloquent
Dr. Priti Adani, Narmada, The Eloquent

રાજપીપળામાં દિવસભરના કાર્યક્રમની શરૂઆત ડૉ. પ્રિતિ અદાણીનું સ્વાગત વાઇબ્રન્ટ આદિવાસી નૃત્ય પ્રદર્શન સાથે થઈ હતી, ત્યારબાદ નર્મદામાં લોકોના સર્વગ્રાહી સ્વાસ્થ્ય માટે સુપોષણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહેલા કાર્યો વિશે હૃદયસ્પર્શી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા આ આ આદિવાસી જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટિક તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સુપોષણ પ્રોજેક્ટમાં 38,388 બાળકો, 7,991 કિશોરવયની છોકરીઓ અને પ્રજનન વય જૂથની 12,382 મહિલાઓને આવરી લેવામાં આવી છે.

આ પણ વાંચો ગોધરા નાં વિશેષ આકર્ષણ નાં પાયા માં કોણ કોણ હતું જાણો…

મુલાકાત દરમિયાન ડૉ. પ્રીતિ અદાણીએ સુપોષણ પ્રોજેક્ટ ટીમ અને જિલ્લામાં કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે પ્રશિક્ષિત 215 સુપોષણ સંગિનીઓની કામગીરી બિરદાવી હતી. નર્મદાના પડકારજનક ભૂપ્રદેશમાં સૌથી વધુ સંવેદનશીલ વસ્તી સુધી પહોંચવામાં તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. સુપોષણ સંગિનીઓએ અદાણી ફાઉન્ડેશનમાં જોડાયા બાદ તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતા જીવનમાં આવેલા પરિવર્તન વિશેના અનુભવો શેર કર્યા હતા.

Dr. Priti Adani, Narmada, The Eloquent
Dr. Priti Adani, Narmada, The Eloquent

ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે “હું દ્રઢપણે માનું છું કે ભારત અસાધારણ પ્રગતિ હાંસલ કરી રહ્યો છે ત્યારે આરોગ્ય અને પોષણના પરિમાણોની વાત આવે ત્યારે આપણે પાછળ ન રહેવું જોઈએ. આ વિઝન સાથે અદાણી ફાઉન્ડેશન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા પોષણ અભિયાનને પૂરક બનાવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં નર્મદામાં આપણી ટીમોએ એક મજબૂત લોકસંપર્ક સ્થાપિત કર્યો છે, જે છેવાડાના લોકો સુધી પહોંચીને પરિવર્તનશીલ રહ્યો છે.”

કાર્યક્રમ બાદ ડૉ. પ્રિતિ અદાણીએ નાંદોદ બ્લોકમાં મથાવડી ગામની મુલાકાત લઈ સમુદાયના સભ્યો, આશા કાર્યકરો અને આંગણવાડી કાર્યકરો સાથે વાતચીત કરી હતી. આ ગામમાં કામ કરતી સુપોષણ સંગિની બેબીબેન કિરણભાઈ તડવીએ ઘરની મુલાકાતો, કાઉન્સેલિંગ સત્રો, રેસીપી નિદર્શન, કેન્દ્રિત જૂથ ચર્ચાઓ અને કિચન ગાર્ડનની ખેતી તેમજ તેના ઉપયોગ દ્વારા પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનો અનુભવ શેર કર્યો હતો.

આ પણ વાંચો અદાણી બ્લૂ કબ્સ લિગ ફૂ ટબોલ સ્પર્ધા 16 ડિસેમ્બરથી યોજાશે, ગ્રાસરૂટ પર ફૂટબોલના પ્રસાર માટે અદાણી પ્રતિબદ્ધ

પ્રોજેક્ટ સુપોષણ એ અદાણી વિલ્મરની સીએસઆર પહેલ છે, જેનો અમલ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. તે રાષ્ટ્રીય પોષણ મિશન (પોષણ અભિયાન) દ્વારા કુપોષણમુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવાના વડાપ્રધાનના વિઝન સાથે જોડાયેલું છે. વ્યૂહાત્મક રીતે આંગણવાડી કેન્દ્રો અને ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને નોંધપાત્ર સહાય પૂરી પાડવા તે બનાવવામાં આવ્યું છે. નર્મદામાં પ્રોજેક્ટ સુપોષણ અદાણી ફાઉન્ડેશન દ્વારા બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સુધારો કરતા અવિચળ ફોકસના પ્રમાણપત્ર તરીકે ઊભરી આવ્યું છે.

અદાણી ફાઉન્ડેશન વિશે:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

આ પણ વાંચો ૨૫ થી ૨૯ ડિસેમ્બર ભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ પંચમહોત્સવ
Ad

 

Related posts

SSC Scam: સીએમ મમતા બધુ જ જાણતા હતાઃ અધિકારી

elnews

El News: અમદાવાદમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી, આ કારણે મુસળધાર વરસાદ વરસ્યો…

elnews

ડીજીપી આશિષ ભાટીયા નું બરવાડા લઠ્ઠાકાંડ મામલે નિવેદન.

elnews

Leave a Comment

error: Content is protected !!