Rajkot , EL News
શેરાજકોટથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટની હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક રાજકોટ પશ્ચિમ પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ડો. દર્શિતા શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે અગાઉ તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ મ્યુનિ.માં બીજેપીમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવ્યું હતું. જોકે ધારાસભ્ય બનતા તેઓએ આજે ડેપ્યુટી મેયર તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું છે. હાલ, તેઓ કોર્પોરેટર તરીકે યથાવત રહે.
પીએમ મોદી સાથે હતા પારિવારિક સંબંધ
આ પણ વાંચો…અમદાવાદની હવા ઝેરી બની! આ વિસ્તારમાં તો દિલ્હી કરતા પણ
ડિસેમ્બર, 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી ડો. દર્શિતા શાહને ટિકિટ મળી હતી. તેઓ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જો કે, આ પહેલા તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ મ્યુનિ.માં ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ત્યાર બાદ ડેપ્યુટી મેયરની જવાબદારી તેમને આપવામાં આવી હતી. જો કે, હવે માહિતી મળી છે કે ડો. દર્શિતા શાહે ડેપ્યુટી મેયરના પદથી રાજીનામું આપ્યું છે. પક્ષના આદેશ બાદ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, ડો. દર્શિતા શાહના દાદા અને પિતા સંઘના પાયાના પથ્થર હતા. જ્યારે નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો.
બીજેપીએ જીતી હતી 156 બેઠક
ઉલ્લેખનીય છે કે ગત વર્ષના અંતે યોજાયેલી ગુજરાત વિધાનસભાની બેઠકમાં બીજેપીએ ઔતિહાસિક જીત મેળવી હતી. આ ચૂંટણીમાં વિપક્ષના સૂપડાં સાફ થયા હતા. બીજેપીએ 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર 17 બેઠકો પર જ જીત મળી હતી. જ્યારે રાજ્યમાં નવા રાજકીય પક્ષ આપ આદમી પાર્ટીને 5 બેઠક અને અન્યને 4 સીટ પર જીત મળી હતી.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews