25.9 C
Gujarat
December 22, 2024
EL News

ખુરશી પર બેસીને કરો આ એક્સરસાઈઝ, થોડા જ દિવસોમાં વધારાની ચરબી થઈ જશે દૂર

Share
Health Tips :

ઘણા લોકો સ્થૂળતાથી પરેશાન છે. આજકાલ મોટાભાગના લોકો ડેસ્ક પર બેસીને કામ કરે છે, જેના કારણે તેમની ફિઝિકલ એક્ટિવિટી શક્ય નથી. આવી સ્થિતિમાં ઘણા લોકોનું પેટ બહાર આવે છે અને તેને ઘટાડવા માટે તમે અનેક પ્રકારના ઉપાયો અપનાવો છો. ક્યારેક તમે ખાવાનું છોડી દો છો તો ક્યારેક ગોળીઓ લેવાનું શરૂ કરો છો, પરંતુ આપને જણાવી દઈએ કે એક એવી એક્સરસાઇઝ છે જે તમે ખુરશી પર બેસીને પણ કરી શકો છો અને તેનો ફાયદો પણ તમને થોડા દિવસોમાં જ જોવા મળશે.

Measurline Architects
Click Advertisement To Visit

ખુરશી પર બેઠા-બેઠા ખતમ થશે ચરબી

જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે કહેવામાં આવે છે કે તમે આ ન ખાઓ, તમે તે ન ખાઓ, પરંતુ તેમ છતાં તમને રાહત નથી મળતી. આવી સ્થિતિમાં વધારાની ચરબી કેવી રીતે ઓછી કરવી. પેટની ચરબી ઘટાડવા માટે અમે તમને એવી કસરતો જણાવી રહ્યા છીએ, જેનાથી તમે કમરની ચરબી સરળતાથી ઓછી કરી શકશો.

આ પણ વાંચો…ભારતીય જનતા પાર્ટી ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ…

એક્સરસાઈઝનું નામ છે સીટિંગ ક્રન્ચ્સ

  • આ એક્સસાઈઝ પેટના સ્નાયુઓને એકબીજા સાથે જોડે છે. ક્રન્ચ્સ તમને ચરબી ઘટાડવામાં, તમારા પેટના સ્નાયુઓને ટોન કરવામાં અને તમારી કમરને પાતળી કરવામાં મદદ કરે છે.
  • તેના માટે તમારે ખુરશી પર સીધુ બેસવુ પડશે. ધ્યાન રાખો તેમા આસાનીથી નથી બેસવું
  • હવે તમારા પગને ખુરશીની બંને બાજુ ખોલી દો
  • હવે તમારી આંગળી માથાની પાછળ રાખો
  • હવે આરામથી શ્વાસ લો અને પછી શ્વાસ છોડતા તમારા ઉપરના શરીરને નીચેની તરફ જાંઘ તરફ વળો
  • હવે તમારા વાળેલા હાથ અને એકબીજા સાથે જોડાયેલી આંગળીઓને તમારા માથાની લાઈનમાં લાવો.
  • હવે શ્વાલ લો અને પછી ધીમે-ધીમે તમારા માથાને ઉપર તરફ ઉઠાવો અને પછી પહેલાની પોઝિસનમાં પરત ફરો
  • આ સ્ટેપ્સને ઓછામાં ઓછા 10થી 15 વખત કરો અને તેના ત્રણ સેટ કરો

આ થશે ફાયદા

આ કસરત તમારા સ્નાયુઓને મજબૂત બનાવશે, તે તમારા શરીરને લચીલું બનાવશે, જેના કારણે શરીરનું સંતુલન જળવાઈ રહેશે. તેનાથી તમારી હાર્ટ બીટ પણ વધશે. બ્લડ સર્ક્યુલેશન વધારવામાં પણ મદદ મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે તેનાથી ન માત્ર એનર્જી લેવલ વધે છે પરંતુ મન અને યાદશક્તિ પણ વધે છે, એટલે કે એકંદરે એવું કહી શકાય કે તેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

કેરી ખાધા પછી તમે તેની ગોઠલી પણ ફેંકી દો છો?

elnews

આમળામાંથી બનાવેલ વાળનો માસ્ક ઘૂંટણ સુધીના વાળ બનાવી શકે છે

elnews

આ એક વસ્તુને રોજ પગના તળિયા પર લગાવો, ચહેરો ચંદ્રની જેમ ચમકશે

elnews

Leave a Comment

error: Content is protected !!