EL News

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

Share
Gandhinagar, EL News

જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં રાજય મંત્રી મુકેશ પટેલ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયું

Measurline Architects

ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર રામકથા મેદાન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે વન –પર્યાવરણ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજય મંત્રી મુકેશ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવશે. આજે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું.

આ પણ વાંચો…સિટી પોલીસ સેક્સટોર્શનિસ્ટ ગેંગ સાથે જોડાયેલા લોકો પ્રત્યે સખત,

આ રિહર્સલ દરમ્યાન જિલ્લા કલેકટર હિતેષ કોયાએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાનાર પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ રજૂ થનાર યોગાસન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો અને નાગરિકોની બેઠક વ્યવસ્થા, સુશોભન તેમજ પ્રાથમિક સુવિધાઓ જેવી તમામ બાબતો પર સ્થળ પર વિસ્તૃત ચર્ચા જિલ્લા કલેકટરશ્રીએ કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમશેટ્ટી, અધિક નિવાસી કલેકટર ભરત જોષી, પ્રાંત અધિકારી શ્વેતા પંડયા, નાયબ કલેકટર  અર્જુનસિંહ વણઝારા, ગાંધીનગર મામલતદાર હરેશ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં ચૂંટણી પહેલા દરેક પાર્ટીનું પહેલું ફોકસ, કેટલા નવા નોંધાયા મતદારો

elnews

રાજકોટ – સરકારી દવાઓ બારોબાર વેચી દેવાના લાગ્યા આક્ષેપ

elnews

સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ સુંદર સજાવટ અને અઢળક ઓફર્સ સાથે મુસાફરોને મોજ-મસ્તીની ટ્રીપ

elnews

Leave a Comment

error: Content is protected !!