Rajkot, EL News
રાજકોટના જૂનિયર હોકી ખિલાડી દેવર્ષિ તુષાર રાચ્છની છત્તીસગઢ ખાતે રમાનારી નેશનલ લેવલ હોકી ચેમ્પિયનશિપમાં પસંદગી થઈ છે.
રાચ્છ પરિવાર અને રાજકોટ માટે ગૌરવની વાત છે કે, નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી પામનાર દેવર્ષિ રાચ્છ સૌરાષ્ટ્રનો એકમાત્ર જૂનિયર ખેલાડી છે. દેવર્ષિ રાચ્છ ની નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી થઈ છે. દેવર્ષિ રાચ્છએ માત્ર છ વર્ષની નાની ઉંમરે ૨૦૧૧ની સાલથી જ હોકી રમવાનું શરુ કરી દીધું હતું.
આ પણ વાંચો…H3N2 વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એક્શનમાં, ઈમરજન્સી
હોકી કોચ મહેશ દિવેચાની મહેનત અને માર્ગદર્શનમાં હોકી પ્લેયર દેવર્ષિ રોજની બે કલાક પ્રેક્ટિસ કરે છે. કોચ મહેશ દિવેચાની પાસેથી જ ટ્રેનિંગ લઈ દેવર્ષિ રાચ્છ પાંચ વાર ઝોન લેવલ પર અને પાંચ વાર સ્ટેટ લેવલ પર હોકી રમી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૧માં હરિયાણા ખાતે સબજૂનિયર લેવલ નેશનલ હોકી ચેમ્પિયનશિપમાં રાજકોટમાંથી ત્રણ હોકી પ્લેયર્સની પસંદગી થઈ હતી તેમાંથી એક દેવર્ષિ રાચ્છ પણ હતો. રાજકોટના તપસ્વી સ્કૂલમાં અભ્યાસ કરતા દેવર્ષિની હવે ચાલુ વર્ષ ૨૦૨૩માં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર હોકી પ્લેયર તરીકે પસંદગી નેશનલ લેવલ જૂનિયર હોકી ચેમ્પિયનશિપમાં થતા તેમની શાળાના એમડી અમિશ સર અને સચિન સરે શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, દેવર્ષિના પિતા તુષાર રાચ્છ પણ એક સારા ક્રિકેટર છે અને દર વર્ષે રાજકોટમાં યોજાનાર એકમાત્ર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.