Rajkot :
રાજકોટ શહેરમાં પાછોતરો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાતા તેમાં મચ્છરનો ઉપદ્રવ થયો હતો અને જેથી શહેરમાં મચ્છરથી ફેલાતા ડેંગ્યુએ ભરડો લીધો છે. રાજકોટ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન ફેલાય ગયું છે અને શરદી ઉધરસના 213, તાવના 41, ઝાડા ઉલ્ટીના 51 કેસો નોંધાયા હતા. રાજકોટમાં મિશ્ર હવામાન હોવાથી ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજકોટ શહેરમાં કેસો વધી રહ્યા છે. રાજકોટ છેલ્લા છ જ દિવસમાં ડેન્ગ્યુના 10 કેસો નોંધાયા હતા જયારે મલેરિયાના 6 કેસો નોંધાયા હતા.
રાજકોટમાં વધતો જતો રોગચાળાને કારણે મહાનગર પાલિકા દ્વારા શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ 64029 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગર પાલિકા દ્વારા 1652 ઘરોમાં ફોંગીગની કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો… વડાપ્રધાને અમદાવાદમાં લોકાર્પણ કરતા, કહ્યું આ સમાજે બીજીવાર પીએમ બનાવ્યો
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ડેજીના રોગને અટકાવવાના ભાગરૂપે રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, અદ્યોગિક એકમો અને રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ જોવા મળશે તો તે જગ્યાના માલિકો ભોગવતો કરનાર કે જવાબદાર આસામીની જવાબદારી ગણીને મચ્છર ઉપદ્રવ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં 479 પ્રિમાઇસસને તથા રહેણાંક સહીત મચ્છર ઉપદ્રવ સબબ 528 આસામીને નોટિસ આપી રૂ. 27500નો દંડ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
1 comment
[…] […]