Food Recipes, EL News:
આ ઢોકળા ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખુબ સોફ્ટ અને ટેસ્ટી બને છે.
લીલા વટાણાના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
વટાણા 1 કપ
લીલા મરચા 2-3
આદુ નો ટુકડો 1/2 ઇંચ
લીલા ધાણા સુધારેલા1/4 કપ
સોજી 1 કપ
દહી 1 કપ
પાણી 2 કપ
ઇનો 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
લીલા વટાણાના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી
તેલ 2-3 ચમચી
રાઈ 1 ચમચી
જીરું 2 ચમચી
સફેદ તલ 1 ચમચી
મીઠા લીમડાના પાન 8-10
લીલા મરચા સુધારેલા 1-2
લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત
લીલા વટાણાના ઢોકળા બનાવવા સૌપ્રથમ વટાણા ના દાણા કાઢી લ્યો ને ધોઇ લ્યો ને મિક્સર જાર માં નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી અધ કચરા પીસી લ્યો
હવે એક વાસણમાં પિસેલ મિશ્રણ કાઢી લ્યો એમાં સોજી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરવું ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ રાખો
વીસ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને જેમાં ઢોકળા મુકવા ના છે એને ગ્રીસ કરી લ્યો અને કડાઈ માં બે ગ્લાસ પાણી નાખી ને કાંઠો મૂકી ગરમ કરવા મૂકો
પાણી ગરમ થઇ જાય એટલે સોજી વાળા મિશ્રણ માં ઇનો અને તેલ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ નાખી ને કડાઈ માં મૂકો ને લાલ મરચાનો પાઉડર છાંટો ને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી ઢોકળા ને કાઢી લ્યો ઢોકળા ને કાઢી ઠંડા કરી લ્યો ઢોકળા કાઢી લીધા બાદ ચાકુ થી કટકા કરો
ઢોકળા ને વઘાર કરવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ સફેદ તલ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયાર વઘાર ને ઢોકળા પર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી ચટણી સાથે સર્વ કરો લીલા વટાણાના ઢોકળા