Kachchh, EL News
બિપોરજોય આજે સાંજે ગુજરાતના જખૌ બંદર નજીકના દરિયાકાંઠે અથડાતા રાજ્યમાં ભારે તબાહી સર્જી શકે છે. અત્યારથી જ દરીયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પુરની પણ સ્થિતિ વધુ વરસાદ પડતા નિર્માણ થઈ શકે છે.
ગુજરાતના જખૌ બંદરથી લગભગ 180 કિમી દૂર બિપોરજોય છે. જેમ જેમ વાવાઝોડું સ્પીડથી આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં ખતરાનો ભય જોવા મળી રહ્યો છે. પરંતુ આ ખતરાને ટાળવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કાબિલે તારીફ કામગિરી પણ કરી છે પરંતુ કુદરતી આફતમાં કંઈ પણ થઈ શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સમય દરીયાના વિસ્તારો માટે ભારે
બિપરજોય ચક્રવાત અરબી સમુદ્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 5.30 વાગ્યા સુધી અથવા સાંજે 5થી 8 કલાક દરમિયાન જખૌ આસપાસટ ત્રાટકશે. પવનની તીવ્રતા ભયાનક હશે. અંદાજે 125થી 150 કિમી વીન્ડ સ્પીડ જોવા મળી શકે છે. જો કે, એ પહેલા જ સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધીનો દરિયો ગાંડોતૂર બન્યો છે.
આ જિલ્લાઓમાં ભારે નુકસાનીનો ભય
ચક્રવાત બિપરજોય 6 જૂને અરબી સમુદ્રમાં ઉદ્દભવ્યું હતું. તે હવે ગુજરાતમાં આજે ટકરાઈ રહ્યું છે. બિપરજોયને કારણે આજે બુધવારે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં નુકસાન થવાની ભારે સંભાવના છે. આ જિલ્લાઓમાં પણ કચ્છમાં સૌથી વધુ નુકસાન થઈ શકે છે. વાવાઝોડાની અસરને કારણે બુધવારે ગુજરાત, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 121 મીમી વરસાદ નોંધાયો હતો. જામનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ 50 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો… CMની સમીક્ષા બેઠક, રાત્રે 9થી 10 કલાકે દરિયાકાંઠે ટકરાશે ‘બિપરજોય
કંડલામાં 80 કિમી પવનની ગતિ સાથે વરસાદ
કંડલા બંદર પર અત્યારે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જ્યાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અત્યારે કંડલામાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે વાવાઝોડા દરમિયાન વધુ વરસાદની આગાહી પણ છે.