Health Tips :
પુરુષો માટે ખજૂરના રોજ સેવનથી ઘણાં લાભ આપણા વડીલો શિયાળાની ઋતુમાં સાલમપાક ખાવાનું કચરિયું ખાવાનું, ખજૂર ખાવાનું શું કામ હિતાવહ માનતા હતા? તેમાંથી મુખ્યત્વે ખજૂરમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી ડાયજેશન સિસ્ટમ જળવાઈ રહે છે. તે ઉપરાંત ખજૂરમાં વિટામિન ડી, વિટામિન કે જેવા પોષક દ્રવ્યો રહેલ છે.
વધતી ઉંમરે પણ યંગ દેખાડવાનું કાર્ય ખજૂર કરે છે તેમજ ત્વચા ચમકતી રહે છે. રોજ ખજૂરનું સેવન કરવાથી કબજિયાત ને લગતી તકલીફો થી છૂટાકારો મળે છે. તેનું એન્ટિઓક્સિડેટ હૃદયની દીવાલ પર ફેટ જમા નથી થવા દેતું.તેથી હાર્ટ એટેક નું જોખમ ઘટે છે. સૌથી અગત્યનો ફાયદો ખજૂર પુરુષો માટે ખૂબ જ ગુણકારી છે.
આ પણ વાંચો… મસાલેદાર ચાઈનીઝ ફ્રાઈડ રાઇસ રેસિપી
પુરુષોમાં સ્પમકાઉન્ટ નું પ્રમાણ વધારવા માટે ખજૂર ખાવાનું કહેવામાં આવતું હોય છે. ખજૂર પુરુષોની શક્તિમાં વધારો કરે છે.તેથી પુરુષો માટે ખાસ ખજૂરનું સેવન લાભદાયી નિવડે છે. ખજૂર એ મગજને કાર્યરત અને મજબૂત રાખે છે કેમકે તેમાં વિટામિન બી રહેલ છે. પરંતુ, ડાયાબિટીસ ના દર્દીને ખજૂર ન લેવી જોઈએ તે સિવાય રોજ ખજૂરનું સેવન કરવું હિતાવહ છે. તેથી વડીલો ખરું જ કહે છે ‘ખજૂર ખાવો ને રહો તંદુરસ્ત.’