Health tips:
બદલાતા વાતાવરણની સૌથી મોટી અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. ખાસ કરીને જ્યારે મોનસૂન સિઝન શરૂ થાય ત્યારે અનેક બીમારીઓ દેખા દે છે. મોનસૂન સિઝનમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝાડા-ઉલ્ટી જેવી અનેક બીમારીઓ થાય છે. આ સિઝનમાં પેટનું ખૂબ ધ્યાન રાખવું પડે છે.
પેટ ખરાબ ના થાય એ માટે ખાવા-પીવાની બાબતમાં અનેક ઘણું ધ્યાન રાખવુ પડતુ હોય છે. આ સિઝનમાં પેટમાં ઇન્ફેક્શન, દુખાવો થવો તેમજ પાચન સંબંધીત સમસ્યાઓ થવા લાગે છે. આ બધી સમસ્યાઓને કારણે પેટ ખરાબ થાય છે.
પેટ ખરાબ થવાને કારણે બોડી ડિહાઇડ્રેટ થવા લાગે છે જેના કારણે શરીરમાં નબળાઇ આવવા લાગે છે. આમ, જો તમને પણ ચોમાસામાં પેટને લગતી કોઇ તકલીફો થાય છે તો દાદીમાંના આ નુસ્ખા તમારા માટે સૌથી બેસ્ટ છે.
કેળા
જ્યારે તમારું પેટ ખરાબ થાય ત્યારે તમે કેળા ખાઓ. કેળા ખાવાથી પેટને લગતી તકલીફોમાંથી છૂટકારો મળે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે. જેના કારણે કેળા ખાવાથી તમારા શરીરને ઊર્જા મળે છે અને લુઝ મોશન જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
નારિયેળ પાણી
જ્યારે પણ તમારું પેટ ખરાબ થાય ત્યારે તમે દિવસમાં એકથી બે નારિયેળ પાણી પી લો. પેટ ખરાબ થવાને કારણે શરીરમાં પાણી ઓછુ થઇ જાય છે, જેના કારણે ધીરે-ધીરે બોડી ડિહાઇડ્રેટ થવા લાગે છે. આ માટે બોડીને હાઇડ્રેટ કરવા માટે તમે નારિયેળ પાણી પીવો. નારિયેળ પાણી પીવાથી તમને રાહત થઇ જશે. નારિયેળ પાણીમાં રહેલા ગુણો તમારા પેટને ખરાબ થતુ બચાવે છે.
જીરાનું પાણી
જ્યારે પણ તમારું પેટ ખરાબ થાય ત્યારે તમે જીરાનું પાણી પીવો. જીરાનું પાણી પીવાથી તમને એનર્જી મળે છે અને તમારા બોડીને પાણી પૂરું પડે છે. પેટને લગતી બધી જ સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે તમે એક ગ્લાસ પાણી લો અને એમાં એક ચમચી જીરું નાંખો. ત્યારબાદ આ પાણીને ધીમા ગેસે 5 થી 7 મિનિટ સુધી ઉકાળો. આમ, જ્યારે આ પાણી હુંફાળુ થાય ત્યારે એને પી લો. આમ કરવાથી પેટને લગતી તમામ સમસ્યાઓમાં તમને રાહત મળી જશે.