Gandhinagar, EL News
સરકારી કર્મચાપરીઓ પરના ગુનાના આંકડાઓ ગુજરાત વિધાનસભામાંથી સામે આવ્યા હતા. જેમાં વર્ગ 1થી લઈને વર્ગ 4 સુધીના કર્મચારીઓ પર કેસો કરવામાં આવ્યા છે. જેની વિગતો વિધાનસભામાં સામે આવી હતી. જેમાં વર્ગ ત્રણના કર્મચારીઓ સામે થયેલા કેસો વધુ સામે આવ્યા હતા આ ઉપરાંત વર્ગ 1ના કર્મચારીઓ સામે પણ કેસો કરવામાં આવ્યા છે. આ સિવાય વર્ગ 4ના કર્મચારીઓ પણ કેસો થયા છે પરંતુ સૌથી ઓછા કેસો વર્ગ 4ના કર્મચારીઓ સામે થયા છે.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કેટલીક વિગતો સામે આવી રહી છે. જેમાં સરકારી બાબુઓ પર પણ કેસોનો આંકડો સામે આવ્યો હતો. જેમાં વર્ગ 3ના કર્મચારીઓ સામે સૌથી વધુ 269 કેસો નોંધાયા હતા જ્યારે વર્ગ 4ના કર્મચારીઓ સામે 15 કેસો નોંધાયા હતા.
વર્ગ 1ના કર્મચારીઓ સામે 17 કેસો
છેલ્લા બે વર્ષમાં વર્ગ 1ના અધિકારીઓ સામે 17 કેસો થયા છે. વર્ગ 2ના અધિકારીઓ સામે 58 કેસો થયા છે. આ ઉપરાંત વર્ગ 3ના અધિકારીઓ સામે 269 કેસો થયા છે. આ ઉપરાંત વર્ગ 4ના કર્મચારીઓ સામે 15 કેસો થયા છે. વર્ષ 2022માં 176 કેસો કરવામાં આવ્યા હતા તેમાંથી 254 આરોપીઓ ઝડપાયા છે વર્ષ 2021માં સરકારી કર્મચારીઓ પર 173 ગુનાઓ નોંધાયા હતા જેમાંથી 287 આરોપીઓ પકડાયા હતા.
આ પણ વાંચો…Baking Soda: તમારે આવું નુકસાન સહન કરવું પડી શકે છે…
વર્ષ 2021માં 173 ગુનાઓ નોંધાયા હતા
છેલ્લા બે વર્ષમાં સરકારી બાબુઓ સામે થયા છે આટલા કેસો
વર્ગ 1ના અધિકારીઓ સામે 17 કેસો થયા છે.
વર્ગ 2ના અધિકારીઓ સામે 58 કેસો
વર્ગ 3ના અધિકારીઓ સામે 269 કેસો
વર્ગ 4ના અધિકારીઓ સામે 15 કેસ
વર્ષ 2022માં 176 કેસો કરવામાં આવ્યા
વર્ષ 2021માં સરકારી કર્મચારીઓ પર 173 ગુનાઓ