29.2 C
Gujarat
December 21, 2024
EL News

રાજકોટ જિલ્લાના કેસોની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર

Share
Rajkot, EL News

રાજકોટ જિલ્લાના પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કેસોની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર(મહિલા સહાયતા કેન્દ્ર) અંગે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Measurline Architects

આ સેન્ટર ખાતે વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને ટૂંકા અને લાંબા ગાળાનું માર્ગદર્શન આપવામાં આવે છે. રાજ્યભરમાં આશરે ૬૩ સેન્ટરો પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરાયા છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ધોરાજી (ગ્રામ્ય) અને રાજકોટ શહેરમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન અને રેસકોર્સ ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…મેળામાં ત્રણ દિવસમાં ૬૦ લાખથી વધુ રકમનું વેચાણ

આ બેઠકમાં કલેકટરશ્રીએ વિવિધ પ્રકારની હિંસાને લગતા કેસોની કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. તેમજ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર વિષે વધુને વધુ લોકો જાગૃત બને તે માટે જરૂરી પ્રચાર પ્રસાર અંગે કલેકટરશ્રીએ સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી અવનીબેન દવે, સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન સેરસીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ મેનેજરશ્રી સાવિત્રી નાથજી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાત વિજ્ઞાન સંમેલન ૨૦૨૩ નું ભવ્ય આયોજન સાઈન્સ સીટી અમદાવાદ ખાતે…

elnews

Surat: લાખોની કિંમત નું દારૂ તો ઝડપાયું પણ આ દારૂ આવ્યું કયાથી..

elnews

યુવરાજ સિંહ વિવાદોના ઘેરામાં, લાગ્યો પૈસા લેવાનો આરોપ

elnews

Leave a Comment

error: Content is protected !!