Food Receipes:
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, તમારે આ સિઝનમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આ સિઝનમાં સૌથી વધુ બનતી મીઠાઈ છે તલના લાડુ. તે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ તેને બનાવવામાં પણ સરળ છે. તે તમને અનેક પ્રકારના પોષક તત્વો આપવામાં મદદરૂપ સાબિત થાય છે. તો ચાલો જાણીએ તલના લાડુની ખૂબ જ સરળ રેસિપી.
તલમાંથી બનેલો ખોરાક ઠંડા વાતાવરણમાં ગરમી અને ઉર્જા બંને આપે છે.
આ પણ વાંચો…CM તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરીથી શપથ લેશે
તલના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી-
તલ – 200 ગ્રામ
ઘી – 3 ચમચી
કાચી મગફળી – 50 ગ્રામ
ગોળ – 300 ગ્રામ
સૌ પ્રથમ, એક તવાને ગરમ કરો અને મધ્યમ તાપ પર તલને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.
ત્યાર બાદ શેકેલા તલને મિક્સરમાં હળવા હાથે પીસી લો.તેને રફ ચલાવો
એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો, ગોળને નાના ટુકડા કરી લો અને ધીમી આંચ પર ગોળને ઓગાળી લો.
પછી કાજુ બદામ ઉમેરો અને એલચી પાવડર તેને પણ મિક્સ કરો
ગોળ થોડો ઠંડો થાય પછી તેમાં શેકેલા તલનો ભૂકો નાખો.
તમારા હાથને ઘીથી ગ્રીસ કરો, થોડું મિશ્રણ લો, ગોળ લાડુ બનાવો અને પ્લેટમાં મૂકો.
તૈયાર છે તમારા તલના ગોળના સ્વાદિષ્ટ લાડુ.