Ahmedabad :
ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારના ઉમેદવાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજવામાં આવ્યો હતો. વિજય સંકલ્પ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયામાં રોડ શો કર્યો હતો. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે 17 નવેમ્બરના રોજ રોડ શો કર્યો હતો. ત્યારે તેઓ રોડ શો કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા તેમની સાથે 17 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી પણ જોડાયા હતા ત્યારે તેમને આજે અમદાવાદમાં બીજીવાર રોડ શો યોજ્યો હતો.
ગત વખતે 1.17 લાખથી વધુ મતોથી જીત્યા હતા
ગત વખતે પણ ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પરથી ઉભા હતા અને 1.17 લાખથી વધુ મતોથી જીત્યા હતા. 2012માં આનંદીબેન પટેલ 1.10 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા. બે ટર્મમાં આ મતોની ટકાવારી વધી છે. પડેલા મતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી આ સીટે બે મુખ્યમંત્રી આપ્યા છે. કારણ કે, આનંદીબેન પટેલ બાદ ભુપેન્દ્ર પટેલ પણ એક વર્ષ પહેલા આ બેઠક પરથી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે ફરી તેઓ ઘાટલોડીયા બેઠક પરથી લડી રહ્યા છે.
આ પણ વાંચો… પુરુષો માટે ખજૂરના રોજ સેવન શું કામ હિતાવહ
આ છે ઘાટલોડિયાના મતદારોનું ગણિત
ઘાટલોડિયા બેઠક પર લેઉવા પટેલ સમાજના 28,000, કડવા પટેલ સમાજના 63,000, બ્રાહ્મણ સમાજના 39,500, જૈન, વૈષ્ણવ, વાણીયા સમાજના 15,000, ઠાકોર ક્ષત્રિય સમાજના 29,500 મતદારો છે. માલધારી ભરવાડ રબારી સમાજના 39,520 મતદારો, સોની, દરજી, પંચાલ, લુહાર, સથવારા પ્રજાપતિ, કડિયા, સુથાર સમાજના 65,700 મતદારો, દરબાર-ગરાસિયા સમાજના 16,200, વણકર સમાજના 71,500 સહીતના મતદારો છે.