Rajkot:
રાજકોટના લોકો માટે જન્માષ્ટમીના તહેવાર નજીક હોય અને શહેરમાં સાતમ આઠમનું મહત્ત્વ વધારે હોય છે. તે માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટ શહેરની નજીકના હરવા ફરવાના 6 સ્થળોએ એક્સ્ટ્રા સીટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તેમજ રાજકોટમાં મુખ્યમંત્રી દ્વારા લોકમેળાના લોકાર્પણ સમયે જ રાજકોટને 25 વધુ ઇલેક્ટ્રિક બસોને લીલીઝંડી આપવામાં આવશે.
રાજકોટના લોકો તહેવારને માણી શકે તે માટે રાજકોટ મહાનગર પાલિકા રાજકોટની ભાગોળે આવેલા રતનપર, ઈશ્વરીયા, પ્રદ્યુમન પાર્ક, અટલ સરોવર, આજી ડેમ જેવા સ્થળોએ ફરવા જવા માટે વધુ સીટી બસો દોડાવવામાં આવશે. રાજકોટના લોકોને ખાનગી ભાડાની લૂંટથી બચવા અને લોકો ઓછા ખર્ચમાં દૂરના સ્થળોએ જઈ શકે તે માટે 6 વધુ બસો દોડાવવાનું નક્કી કર્યું છે તેમ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જણાવ્યું હતું.
રાજકોટ મહાનગર પાલિકાને સરકાર દ્વારા 25 નવી બસો આપવામાં આવી છે ત્યારે રાજકોટના લોકમેળાનું સંભવત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જ આ બસોને લીલીઝંડી આપવામાં આવશે અને લોકોને આ બસોનો લાભ તહેવાર સમયે જ આપવામાં આવશે.
રાજકોટમાં સાતમ આઠમના તહેવારમાં જાણે મીની વેકેશન જેવો માહોલ હોય છે અને લોકો નજીકના સ્થળોએ ફરવા જતા હોય છે ત્યારે આ વધારાની બસો નાના માણસો માટે આશીર્વાદ સમાન છે.
બસનો ઉપયોગ કરવાથી પબલિક ટ્રાન્સપોર્ટ ની આવકની સાથે સાથે અકસ્માતો મા પણ ઘટાડો થાય છે અને વધુ પ્રમાણ માં પ્રજા પબલિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે તો ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવશે, ત્યારે આપણા દેશ ના વડાપ્રધાન પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નો ઉપયોગ કરે છે જુઓ..https://www.elnews.in/news/5350/